ભારતી એરટેલ બની દેવામુક્તઃ 2024ના મોંઘા સ્પેક્ટ્રમના બાકી નીકળતા 60 અબજ રૂપિયા ચૂકવ્યા


નવી દિલ્હી, 27 માર્ચ, 2025: ભારતી એરટેલ હવે દેવામુક્ત બની ગઇ છે, કેમ કે ભારતી એરટેલ અને તેની પેટા કંપની ભારતી હેક્સાકોમ લિમીટેડ દૂરંસાચર વિભાગ (ડીઓટી)ને સ્પેક્ટ્રમ માટે બાકી નીકળતા 60 અબજ રૂપિયા (રૂ. 5,985 કરોડ)ની ચૂકવણી કરી દીધી છે. આ બાકી 2024ની હરાજીમાં મેળવેલા સ્પેક્ટ્રમ સંબંદિત હતી. આવી રીતે કંપનીએ વધુ વ્યાજવાળા દેવાની ચૂકવણી કરી દીધી છે એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ ચુકવણી પછી, એરટેલે હવે તેના તમામ સ્પેક્ટ્રમ લેણાં ચૂકવ્યા
ભારતી એરટેલની પેટાકંપની નેટવર્ક i2i લિમિટેડે પણ સ્વૈચ્છિક રીતે 1 અબજ ડોલરના પર્પેચ્યુઅલ બોન્ડ્સ રિડીમ કર્યા છે. આ ચુકવણી પછી, એરટેલે હવે તેના તમામ સ્પેક્ટ્રમ લેણાં ચૂકવી દીધા છે. આ બાકી નીકળતી રકમ પર વ્યાજનું ખર્ચ 8.65 ટકાથી વધુ હતું. સ્પેક્ટ્રમની જવાબદારીઓ તેમની સરેરાશ બાકી પાકતી મુદતના આશરે સાત વર્ષ પહેલાં ચૂકવવામાં આવી હતી, જેનાથી એરટેલના મોંઘા દેવાના એક્સપોઝરમાં ઘટાડો થયો હતો, એમ ટેલ્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતી એરટેલે હવે ચાલુ નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 25,981 કરોડની ઊંચી કિંમતની સ્પેક્ટ્રમ જવાબદારીઓની આગોતરી ચૂકવણી કરી છે, જેનાથી રૂ. 66,665 કરોડની કુલ સ્પેક્ટ્રમ જવાબદારીઓનું પ્રી-સેટલીંગ થયું છે.
દેવાની કિંમતમાં સરેરાશ 7.22 ટકાનો ઘટાડો કર્યો
આ પગલાને કારણે ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ લેણાંને બાદ કરતાં સ્પેક્ટ્રમ જવાબદારીઓ પરના દેવાની કિંમતમાં સરેરાશ 7.22 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ એરટેલ દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં સમય પહેલા ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે 2016માં ખરીદેલા સ્પેક્ટ્રમ માટે સરકારને ચૂકવવાપાત્ર તમામ લેણાં પેટે રૂ. 3,626 કરોડ ચૂકવ્યા હતા.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ ટ્રંપને ટેરિફ ધમકી સામે આપ્યો મોટો ઝટકો