ભારતની એપોલો હોસ્પિટલ વર્કલોડને કાબૂમાં રાખવા AIનો સહારો લેશે


હૈદરાબાદ, 14 માર્ચઃ ભારતની હોસ્પિટલની મોટી ચેઇન એપોલો હોસ્પિટલ્સ તબીબી દસ્તાવેજો સહિતના દૈનિક કાર્યોને ઓટોમેટ કરીને પોતાના ડૉક્ટર્સ અને નર્સીસ માટે વર્કલોડ ઘટાડવા માટે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ – AI ટૂલ્સમાં વધુ રોકાણ કરશે. નોંધનીય છે કે ભારતીય હોસ્પિટલો ડૉક્ટરો અને નર્સીસ દ્વારા ભારે દર્દીઓની સંભાળના વધુ પડતા કામમાં ફસાઇ ગઇ છે અને નિદાનની સચોટતા, દર્દીઓમાં કોમ્પ્લીકેશન્સના જોખમનું અનુમાન કરવા માટે, રોબટિક સર્જરીમાં ચોક્સાઇ રાખવા, વર્ચ્યુઅલ તબીબી સંભાળ પૂરી પાડવા અને હોસ્ટિપલના કાર્યોને સ્ટ્રીમલાઇન કરવા માટે વધુને વધુ AI ટૂલ્સમાં રોકાણ કરશે.
ઓપોલો તેના સમગ્ર હોસ્પિટલ નેટવર્કમાં 10,000થી વધુ બેડ (પથારી) ધરાવે છે, જે તેને દેશમાં સૌથી મોટા જૂથોમાંનું એક બનાવે છે, તેણે છેલ્લા બે વર્ષમાં AI પર તેના 3.5% ડિજિટલ ખર્ચને અલગ રાખ્યો છે અને આ વર્ષે તેને વધારવાની યોજના ધરાવે છે, એમ સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું. રેડ્ડીએ ગયા મહિને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય AI લાગુ પાડવા સાથે ડોકટરો અને નર્સો માટે દરરોજ બે થી ત્રણ કલાકનો નવરાશનો સમય ફાળવવાનો છે.”
એપોલોના AI સાધનો, જેમાંથી કેટલાક પ્રાયોગિક છે અને હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે, નિદાન, પરીક્ષણો અને સારવાર સૂચવવા માટે દર્દીઓના ઇલેક્ટ્રોનિક તબીબી રેકોર્ડનું વિશ્લેષણ કરશે. તેઓ ડોકટરોના અવલોકનોને ટ્રાંસ્ક્રાઇબ કરવામાં, ઝડપી ડિસ્ચાર્જ સમરી જનરેટ કરવામાં અને નર્સોની નોંધોમાંથી દૈનિક સમયપત્રક બનાવવામાં મદદ કરશે.
ચેન્નાઈ સ્થિત હોસ્પિટલ ચેઈન AI ટૂલ પર પણ કામ કરી રહી છે જે ચિકિત્સકોને બીમારીની સારવાર માટે યોગ્ય સૌથી અસરકારક એન્ટિબાયોટિક લખવામાં મદદ કરશે. ચાર વર્ષમાં બેડની ક્ષમતાને એક તૃતીયાંશ દ્વારા વિસ્તૃત કરવાનો લક્ષ્યાંક ધરાવતી એપોલો વધારામાંથી આવકનો એક ભાગ ખર્ચ બોજ વગર AIના ઉપયોગને વધારવા તરફ વાળશે.
હોસ્પિટલને આશા છે કે આવા AI ટૂલ્સનો ઉપયોગ નર્સોના વર્કલોડને ઘટાડવામાં મદદ કરશે કારણ કે તે નર્સોમાં 25% એટ્રિશન રેટનો સામનો કરે છે, જે નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં વધીને 30% થવાની અપેક્ષા રાખે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મળશે ગરમીથી રાહત, જાણો શું છે હવામાન વિભાગની આગાહી