IPL પૂર્વે ર્વૈશ્વિક મીડિયા માંધાતાઓ GroupM, Publicis, Dentsu પર ભારતની એન્ટીટ્રસ્ટ રેઇડ

નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2025: ભારતમાં આઇપીએલના પ્રારંભ પૂર્વે વૈશ્વિક વિજ્ઞાપન એજન્સીઓ જેમ કે GroupM, Publicis, Dentsu દ્વારા પ્રાઇસ ફિક્સીંગની તપાસમાં ભારતીય એન્ટીટ્રસ્ટ અધિકારીઓ દ્વારા પાડવામાં આવેલી રેઇડમાં મીડિયા અક્ઝિક્યુટીવ્સને ઘેર્યા હતા અને મહત્ત્વનો ડેટા જપ્ત કર્યો હતો. આ રેઇડ ગઇકાલે મધ્યરાત્રિ સુધી ચાલી હતી.
કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ મંગળવારે વહેલી સવારે મીડિયા એજન્સીઓ અને રાષ્ટ્રના ટોચના પ્રસારણકર્તા પર ગુપ્ત રીતે 10 સ્થળોએ કડક કામગીરી હાથ ધરી હતી. નોંધનીય છે કે ભારતમાં રમાનારી આઇપીએલ વિજ્ઞાપનાકર્તાઓ માટે સૌથી મોટી રમતગમતની ઘટના છે.
રેઇડ શા માટે પાડવમાં આવી
નોંધનીય છે કે વોલ્ટ ડીઝની અને રિલાયન્સની ભારતીય મીડિયા એસેટ્ટસ વચ્ચેના 8.5 અબજ ડોલરના સોદાને પગલે ભારતીય વિજ્ઞાપન ક્ષેત્રે આવેલા નોંધપાત્ર પરિવર્તનને પગલે આ રેઇડ પાડવામાં આવી હોવાનું મનાય છે. રિલાયન્સની માડિયા એસેટ્સ ટીવી અને સ્ટ્રીમીંગ સેગમેન્ટસમાં ઍડ માર્કેટનો 40 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
વિજ્ઞાપન એજન્સીના એક પણ અધિકારીને ઘરે ન જવા દેવાયા
આ રેઇડ દરમિયાન GroupMની ભારતીય ઓફિસના ટોચના એક્ઝિક્યુટીવ્સને રાત્રે પણ ઘરે જવાની પરવાનગી આપવામાં આવી ન હતી, જેમાં મોબાઇલ ફોન્સ પરથી પૂરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેની પર રેઇડ હાથ ધરવામાં આવી હતી તેમાં અમેરિકા સ્થિત ઇન્ટરપબ્લિક્સની IPG મીડિયાબ્રાન્ડઝ યુનિટ, જાપાનના Dentsu અને ટોચના પ્રસારણકર્તા જૂથ IBDFનો સમાવેશ થાય છે, જે પ્રારંભ થયા બાદ 24 કલાક એટલે કે બુધવારે સવાર સુધી ચાલી હતી એમ સૂત્રોએ જણાવ્યું હતુ.
IBDFની દિલ્હી ઓફિસ ખાતેને રેઇડમાં સીસીઆઇ ઇન્સપેક્ટર્સે ગ્રુપના વિજ્ઞાપનને લગતા વ્યવહારો સંબંધિત ઇમેઇલ્સ શોધી કાઢ્યા હતા, જે કંપનીઓના ઇમેઇલ્સ મળી આવ્યા હતા તેમાં ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ-ડીઝની સંયુક્ત સાહસ અને સોનીનો સમાવેશ થાય છે.
જ્યારે બીજી બાજુ ફ્રાંસની Publicis ગ્રુપની ઓફિસે પણ હાથ ધરાયેલી રેઇડ હજુ સુધી સમાપ્ત થઇ કે નહી તેની સ્પષ્ટ માહિતી મળી નથી. બ્રિટનની WPPની માલિકીની GroupM ભારતના મડિયા માર્કેટમાં 45 ટકા હિસ્સો ધરાવે છે અને ટોચના 50 જેટલા વિજ્ઞાપનદાતાઓમાંથી 45 તેમના ક્લાયંટ છે.
ઇન્ટરપબ્લિક્સની IPG મીડિયાબ્રાન્ડ એકમ Publicis, Dentsu અને IBDF દ્વારા આ અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. નોંધનીય છે કે મીડિયા એજન્સીઓ વિશ્વમાં આઠમું સૌથી મોટું એડ માર્કેટ એવા ભારતમાં સ્પર્ધા કરે છે, જ્યાં પાછલા વર્ષે 18.5 અબજ ડોલરની આવક થઇ હતી તે GroupMના અંદાજ અનુસાર 2025માં 9.4% વધવાની શક્યતા છે.
ગયા વર્ષે શરૂ થયેલા એક કેસમાં, સીસીઆઈ એવા આરોપોની તપાસ કરી રહી છે કે બ્રોડકાસ્ટર્સ અને મીડિયા એજન્સીઓની જાહેરાત દરોની કિંમતો અને ડિસ્કાઉન્ટ પર મિલીભગત રહી હતી. આ રેઇડ નવી દિલ્હી, મુંબઈ અને ગુરુગ્રામમાં કરવામાં આવી હતી એમ રોઇટર્સનો અહેવાલ જણાવે છે.
દોષિત ઠરે તો નફાના ત્રણ ગણ જેટલો દંડ
આ રેઇડને અંતે જો કોઇ એજન્સી દોષિત ઠરશે તો, મીડિયા એજન્સીઓએ મિલીભગતના વર્ષો દરમિયાન પ્રત્યેક વર્ષ માટે તેમના નફાના ત્રણ ગણા સુધીનો અથવા તેમના ટર્નઓવરના 10% બેમાંથી જે વધુ હોય તે અનુસારનો દંડ ચૂકવવો પડશે.
આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન: શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવાયા, ખેડૂતનેતાઓની અટક, ઈન્ટરનેટ બંધ