ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અદાણી ગ્રુપે અમેરિકાની રોકાણ યોજનાને પુનઃસજીવન કરી

Text To Speech

મુંબઇ, 3 માર્ચઃ ભારતના અદાણી જૂથે અમેરિકામાં જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોતાની યોજનાઓમાં સુધારો કર્યો છે. એમ એક વિદેશી અખબારનો અહેવાલ દર્શાવે છે. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી યોજાવાની હતી ત્યારથી આ માંધાતા ગ્રુપે  ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ્સ અને યુટિલીટીઝ તેમજ ઇસ્ટો કોસ્ટ પોર્ટ પરની સંભવિત યોજનાઓને પુનઃસજીવન કરી હતી એમ ગૌતમ અદાણીની નજીકના ગાઢ સૂત્રોને ટાંકતા અહેવાલમાં જણાવ્યુ હતુ.

નોંધનીય છે કે ન્યૂયોર્કમાં ફેડરલ પ્રોસિક્યુટર્સે નવેમ્બરમાં ગૌતમ અદાણી પર અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઉત્પાદિત વીજળી ખરીદવા માટે તેમને લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ અદાણીના સૂત્રોએ જણાવ્યું હતુ કે અમે જાણીએ છીએ કે અમે શું કરવા માંગીએ છીએ, પરંતુ અમે આ (કેસ) ઉકેલાય ત્યાં સુધી રાહ જોઈશું. ઉપરાંત અદાણી ગ્રુપે કહ્યું છે કે લાંચના આરોપો “પાયાવિહોણા” છે અને તે “સંભવિત તમામ કાનૂની આશરો” લેશે. જૂથ અગાઉ સંભવિત ભાગીદારી પર યુએસ કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહ્યું હતું અને ટેક્સાસમાં પેટ્રોકેમિકલ રોકાણો પર ધ્યાન આપ્યું હતું.

ટ્રમ્પની નવેમ્બરની ચૂંટણી જીત્યા પછી, ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ગ્રુપે યુએસ ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે, જેમાં સંભવિત 15,000 નોકરીઓનું સર્જન થશે.

“એકવાર ટ્રમ્પ આવ્યા પછી, અમે કેટલીક યોજનાઓને ફરીથી સક્રિય કરી દીધી છે,” એમ અહેવાલમાં એક ગુપ્ત સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું.

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગયા મહિને ભારતીય સત્તાવાળાઓને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીની સિક્યોરિટીઝ છેતરપિંડી અને 265 મિલિયન ડોલરની લાંચ યોજનાના આરોપોની તપાસમાં મદદ માટે કહ્યું હતું. 2023માં યુ.એસ.-સ્થિત શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા ગ્રુપ પર આરોપ મૂકવામાં આવ્યો હતો, જે આ વર્ષની શરૂઆતમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાના લગ્ન, બોલિવૂડ સીંગર્સે જમાવી મહેફિલ

Back to top button