ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપમાં ભારતની સળંગ 8મી જીત, SAને 83 માં ઘરભેગી કરી 243 રને વિજય

Text To Speech

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં આફ્રિકાની ટીમને 327 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં આખી ટીમ માત્ર 27.1 ઓવરમાં 83 રનમાં સમેટાઈ ગઈ હતી. આફ્રિકન ટીમનો કોઈપણ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની 49મી ODI સદી ફટકારી અને અણનમ 101 રન બનાવ્યા. જ્યારે શ્રેયસ અય્યરે 77 રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.

વર્લ્ડકપમાં બંને ટીમોએ સરખી જીત મેળવી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ભારતે 3-3 મેચ જીતી છે. ODI ક્રિકેટમાં, બંને ટીમો વચ્ચે રમાયેલી 91 મેચોમાંથી, ભારતે 38 અને દક્ષિણ આફ્રિકાએ 50માં જીત મેળવી છે, જ્યારે ત્રણ મેચ અનિર્ણિત રહી હતી.

આફ્રિકા સામે ODIમાં ભારતની સૌથી મોટી જીત

વનડે ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકા સામે રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે ફેબ્રુઆરી 2010માં ગ્વાલિયર અને એપ્રિલ 2003માં ઢાકામાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને બરાબર 153 રનથી હરાવ્યું હતું. આ વખતે ભારતીય ટીમે આ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને 243 રનના માર્જીનથી પરાજય આપ્યો હતો.

Back to top button