દિવાળીની ઉજવણીમાં વિદેશીઓ ભારતીય રંગમાં રંગાયા, શેરવાની સુટ પહેરી ગુજરાતી ભોજનની માણી મજા
દિવાળીનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરી રહ્યાં છે. ભારતીય તહેવારોથી હવે વિદેશીઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે અને તેઓ પણ ભારતીયો સાથે સાથે આપણા તહેવારની ઉજવણીમાં ભાગ લઈ રહ્યાં છે ત્યારે ન્યુઝીલેન્ડની ઓકલેન્ડ કંપનીના ઓનર પેટર ક્નાઈટ અને તેમની વાઈફ પણ કંપનીમાં કામ કરતા ગુજરાતીઓની સાથે ભારતીય સંસ્કૃતિના રંગમાં રંગાઈ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
વિદેશમાં ભારતીય પંરપરાગત ઉજવણી
ભારત છોડીને વિદેશમાં નોકરી ધંધા અર્થે વસવાટ કરનારા ભારતીયો હિન્દુ ધર્મના તહેવારોની ઉજવણી કરવાનું ચુકતા નથી. તેમાયં ખાસ કરીને ગુજરાતીઓ દરેક ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ ઉભી કરે છે તેમજ ગુજરાતીઓ માટે તો કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! એટલે કે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે ત્યાં તેઓ પોતાની સંસ્કૃતીના નિયમોનાં પાલન કરવા સાથે તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરતા હોય છે. ત્યારે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડની એક કંપનીમાં ત્યાંની લોકો સાથે ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કામ કરે છે અહીં કામ કરતાં ગુજરાતી તમામ હિન્દુ તહેવારની ઉજવણી પોતાની રીતે કરતાં હોય છે. ત્યારે આ દિવાળીના તહેવારમાં તેમની સાથે વિદેશીઓ પણ જોડાઈ રહ્યાં છે. ઓકલેન્ડની કંપનીના પેટર ક્નાઈટ અને તેમની પત્નીએ ગુજરાતીઓની સાથે દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી દિવાળી સેલીબ્રેશનનો તમાં ખર્ચ કંપની તરફથી કરવામાં આવી રહ્યો છે.
વિદેશીઓ પણ દિવાળીની ઉજવણીમાં જોડાયા
કંપનીમાં કામ કરતાં વાપીના શિવમ દેસાઈ, અમદાવાદના કેતન પટેલ, પાટણના પાર્થ સોની અને રાજકોટના કરણ હાન્ડાએ ભેગા મળી દિવાળી સેલિબ્રેશન માટે આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં ગુજરાતી ભોજન અને મીઠાઈ સાથેનું મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.
કંપનીમાં વસલાડના રિધ્ધિ દેસાઈએ તેમના સહયોગી સાથે રંગોળી બનાવી હતી અને અંગ્રેજી મહેમાનોનું સ્વાગત ભારતીય પરંપરાથી માથે તિલક કરીને ફુલથી વધાવવા સાથે ગુલાબજળ છાંટીને કર્યું હતું. ભારતીયની દિવાળીની ઉજવણીથી પ્રભાવિત અગ્રેજો પ્રભાવિત થઈ રહ્યાં છે અને હવે આગામી દિવસમાં આવા અન્ય તહેવારની ઉજવણી માટે પણ તૈયારી બતાવી રહ્યાં છે.
આ પણ વાંચો: કામને દિવાળી પર કહો બાય-બાય, કંપનીને એ દિવાળી પર કર્મચારીઓને આપી આવી ભેટ !