નેશનલ

US વિઝા માટે ભારતીયોને હવે રાહ નહી જોવી પડે, યુએસ મિશનએ લીધો આ મહત્વનો નિર્ણય

US જવા માંગતો લોકો માટે સારાસમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં યુએસ મિશનએ પ્રથમ વાર વિઝા અરજદારો માટે રાહ જોવાનો સમય ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યું લેવામા આવ્યા હતા. જેમાં પહેલીવાર વિઝા માટે અરજી કરનારાઓ માટે સ્પેશિયલ ઈન્ટરવ્યુનો સમય નિર્ધારિત કરવા અને કોન્સ્યુલર સ્ટાફ વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યા છે.

વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવાનો નિર્ણય

ભારતથી અમેરિકા જવા માંગતા લોકોને મોટી રાહત મળવા જઈ રહી છે. અત્યાર સુધીમાં વિઝા મેળવવા માટે લોકોને ઘણો સમય રાહ જોવી પડે છે. પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ પણ જલ્દી જ મળવા જઈ રહ્યું છે. હવે લોકોને અમેરિકા જવા માટે વિઝા મેળવવા માટે વધારે સમય રાહ જોવી નહી પડે. યુએસ મિશનએ પ્રથમ વાર વિઝા અરજદારો માટે રાહ જોવાનો સમય ઘટાડવાના મોટો નિર્ણય કર્યો છે.

યુએસ વિઝા - HUMDEKHENGENEWS

શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યું કરાયા હતા

અમેરિકાએ ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત યુ.એસ.એ પહેલી વાર વિઝા અરજદારો માટે વિશેષ ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરવા અને કોન્સ્યુલર સ્ટાફની સંખ્યામા વધારો કરવાની પહેલ શરુ કરી છે. જેના ભાગ રુપે શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યું કરવામા આવ્યા હતા. વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે બહુપક્ષીય અભિગમના ભાગ રૂપે 21 જાન્યુઆરીએ એટલે કે શનિવારે યુ.એસ એમ્બેસીએ દિલ્હીમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના વાણિજ્ય દૂતાવાસો ( કોન્સલ ) દ્વારા‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું.

રિમોટ પ્રોસેસિંગ પ્રક્રિયા લાગુ થવાની શક્યતા

યુએસ એમ્બેસીના જણાવ્યા અનુસાર ભારતમાં યુએસ મિશનએ પ્રથમ વાર વિઝા અરજદારો માટે વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે નિર્ણય કર્યો છે. જેમાં અમેરિકા જવા ઈચ્છતા લોકોને વિઝાની રાહ જોવામાં રાહત જોવા મળશે. જાણકારી મુજબ આવતા મહિનાઓમાં યોજાનાર ઇન્ટરવ્યુ માટે ચોક્કસથી ‘વધારાના સ્લોટ્સ’ આપવાનું ચાલુ રાખાશે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અગાઉના યુએસ વિઝા ધરાવતા અરજદારોને ઇન્ટરવ્યુમાંથી છૂટ આપીને રિમોટ પ્રોસેસિંગ પ્રક્રિયા લાગુ કરી શકે છે. યુએસ એમ્બેસીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે વોશિંગ્ટન અને અન્ય દૂતાવાસોના ઘણા કોન્સ્યુલર્સ ભારત આવશે અને પ્રોસેસિંગ ક્ષમતામાં વધારો કરશે. તેમજ ઉનાળા સુધીમાં યુએસ મિશનમાં સ્ટાફની સંખ્યામાં પણ વધારાશે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા : હિન્દુ મંદિર પર હુમલો, તોડફોડ કરી ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યાં, 15 દિવસમાં ત્રીજી ઘટના

Back to top button