અમેરિકી નાગરિકતા મેળવવામાં મેક્સિકનો પછી ભારતીયો છે બીજા ક્રમે
- વતનની બહાર ભારતીયોની પ્રથમ પસંદ બન્યું અમેરિકા
- એક જ વર્ષમાં 66000 ભારતીયોએ મેળવી અમેરીકી નાગરિકતા
HDNEWS, 22એપ્રિલ: યુએસમાં ભારતીય અમેરીકનની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરના લોકો ભણવા અને નોકરી કરવા માટે યુ.એસ. જતા હોય છે. જેમાં ભારતમાંથી પણ દર વર્ષે લાખો લોકો વતનથી પલાયન કરીને વિદેશગમન કરતા હોય છે. ભારતીયોની પ્રથમ પસંદ બનેલું અમેરીકા વિસ્તારની દ્રષ્ટીએ ત્રીજા ક્રમે અને કુલ 33 કરોડ વસ્તી ધરાવે છે. ભારતીયો અહી જોબ કે પછી સ્ટડીમાટે આવતા હોય છે અને પછી સમય જતા અમેરીકાને જ કાયમી વસવાટ કરી લે છે. હાલમાં બહાર યુએસે બહાર પાડેલા એક રિપાોર્ટમાં જાહેર કરાયું છે કે આ વર્ષે ઓછામાં ઓછા 65,960 લોકોએ અમેરિકાની નાગરીકતા મેળવી છે. અમેરીકાની નાગરીકતા મેળવવામાં મેક્સિકન પછી ભારતીયો બીજા ક્રમે રહ્યા છે.
યુ.એસ. એ નેચરલાઈઝ્ડ લોકોને બનાવ્યા નાગરિક
અમેરિકી વસ્તી ગણતરી બ્યુરોના અમેરિકી સામુદાયિક સર્વેના ડેટા પ્રમાણે, વર્ષ 2022માં અમેરિકાામાં કુલ 4.6 કરોડ વિદેશી વસતા હતા. જેમની ભાગીદારી 4.6 ટકા જેટલી હતી. આ 4.6 કરોડમાંથી 2.45 કરોડ લોકોને અમેરિકાએ નેચુરલાઈઝ્ડ નાગરીક બનાવ્યા હતા. હવે નેચુરલાઈઝ્ડ લોકો એને કહેવાય કે જેઓનો જન્મ અમેરીકા ન થયો હોય પણ વસવાટ અમેરિકામાં કરતા હોય. તમને જણાવી દઈએ કે, હાલમાં અમેરીકાની કુલ વસ્તી 33.3 કરોડ જેટલી છે. તાજેતરમાં જ 15 એપ્રિલે પ્રાપ્ત માહિતી પ્રમાણે,લેટેસ્ટ યુએસ નેચુરલાઈજેશન પોલીસી’ રિપોર્ટમાં જણાવાયું છે નાણાકીય વર્ષ 2022માં સ્વતંત્ર કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ પ્રમાણે,9,69,380 લોકોએ નેચુરલાઈજ્ડ અમેરિકી નાગરીક બન્યા છે. જેમાં જણાવાયું છે કે, નેચુરલાઈઝ્ડ નાગરિક બનનારા લોકોમાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે રહ્યું છે,જેના પછી ફિલીપાઈન્સ, ક્યૂબા અને ડોમિનિકન રિપબ્લિક આવે છે.
ભારતીયો સિવાય અન્ય ક્યા લોકોને મળી અમેરીકી સદસ્યતા
કોંગ્રેશનલ રિપોર્ટમાં જણાવાયું છે કે, 2022માં મેક્સિકોના 1,28.878 લોકોને અમિરિકી સદસ્યતા મળી છે. આ પછી 65,960 ભારતીયો અમેરિકી નાગરીક બન્યા છે. ફિલીપાઈન્સના 53,414, ક્યૂબાના 46,914, ડોમિનિકન રિપબ્લિકના 34,525, વિયેતનામના 33,246 અને ચીનના 27,038 લાોકોને અમિરીકાની નાગરિકતા મળેલી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં વિદેશો પેદા થયેલા અમેરિકી નાગરીકોમાંથી 1.6 કરોડ મેક્સિકોના છે. જેના પછી 28 લાખ લોકો ભારતીય છે. ત્રીજા નંબર પર ચીનના 22 લાખ લોકો નાગરીક હતા જેમનો જન્મ ચીન માં થયો, પણ તેઓ અમેરિકી નાગરીક બની ગયા છે. અમેરીકામાં 49 લાખ લોક એવા છે જે ભારતીયો છે અથવા થો પછી તેમના મુળ ભારત સાથે છે.
આ પણ વાંચો: ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ શા માટે પાકિસ્તાન જઈ રહ્યા છે?, આવું હોઈ શકે છે કારણ