ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Asia Cup 2022: ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, શ્રીલંકાને હરાવીને સાતમી વખત એશિયા કપ પર કર્યો કબજો

Text To Speech

India Women vs Sri Lanka Women Asia Cup 2022 Final: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને 8 વિકેટથી મેચ જીતી લીધી. ફાઇનલ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેના કારણે જ ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી.

સ્મૃતિ મંઘાનાએ અડધી સદી ફટકારી

સ્મૃતિ મંઘાનાએ ફાઇનલમાં તોફાની બેટીંગ કરી. તેમણે મેદાનના ચોતરફ સ્ટ્રોક લગાવ્યા. તેમની બેટીંગ જોઇ વિરોધી બોલરોની આંખો ચાર થઇ ગઇ. તેમણે 25 બોલમાં 51 રન બનાવ્યા, જેમાંથી 6 ચોગ્ગા અને 3 લાંબી સિક્સર સામેલ છે. તો બીજી તરફ કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 રનોનું યોગદાન આપ્યું. બંને ખેલાડી અંત સુધી આઉટ ન થયા અને ટીમ ઇન્ડીયાને જીત અપાવી દીધી છે. જેમિમાહ રોડ્રિગેજે ર રન અને શેફાલી વર્માએ 5 રન બનાવ્યા.

શ્રીલંકાએ આપ્યો 66 રનનો ટાર્ગેટ

ભારતીય મહિલા ટીમે એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં શનિવારે અહીં શ્રીલંકાની ઇનિંગને 20 ઓવરોમાં નવ વિકેટ પર 65 રન પર રોકી દીધા. 66 રનના મળેલા ટાર્ગેટને ટીમ ઇન્ડીયાએ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો.

બોલરોએ કર્યો કમાલ

શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ મહિલા એશિયા કપની ફાઇનલમાં શનિવારે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય લીધો, જે ભારતીય બોલરોની સામે બિલકુલ ખોટો સાબિત થયો. ભારત તરફથી રેણુકા સિંહે ત્રણ જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી. શ્રીલંકા તરફથી કોઇ પણ મહિલા ખેલાડી કમાલનું પ્રદર્શન કરી શકી નહી.

ભારતીય ટીમમાં થયો એક ફેરફાર

ફાઈનલ મેચ માટે શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે ભારતીય ટીમમાં રાધા યાદવની જગ્યાએ દયાલન હેમલતાની વાપસી થઈ છે. ભારતીય ટીમ નીચે મુજબ છે.

ભારત: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, દયાલન હેમલતા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ

 

Back to top button