ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ભારતીય મહિલા હોકી ટીમે ચીનને હરાવી ત્રીજી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

Text To Speech

રાજગીર, 20 નવેમ્બર : ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીરમાં આયોજિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તિરંગો લહેરાવ્યો અને ચીનને હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું. ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું હતું. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને મોટાભાગે બોલને પોતાના નિયંત્રણમાં રાખ્યો અને બીજી તરફ ચીનના ખેલાડીઓ મેચમાં એક પણ ગોલ કરી શક્યા નહીં. ભારત માટે મેચનો એકમાત્ર ગોલ દીપિકાએ કર્યો અને તેના ગોલની મદદથી ભારત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું.

ભારતે દક્ષિણ કોરિયાની બરાબરી કરી

સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં વર્ચસ્વ જમાવ્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નહોતી. સેમીફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. ભારતે ત્રીજી વખત (2016, 2023, 2024) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે ભારતે દક્ષિણ કોરિયાની બરાબરી કરી લીધી છે. દક્ષિણ કોરિયાએ પણ ત્રણ વખત ACT ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

દીપિકાએ શાનદાર ગોલ કર્યો હતો

પ્રથમ હાફ ગોલ રહિત રહ્યા બાદ, દીપિકાએ બીજા હાફની પ્રથમ મિનિટમાં ભારતને મળેલા પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભરચક બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો હતો. બીજા હાફની પહેલી જ મિનિટમાં લાલરેમસિયામીએ ભારતને પેનલ્ટી કોર્નર અપાવ્યો હતો. પહેલો શોટ ચૂકી ગયો પરંતુ બોલ સર્કલની અંદર હતો અને નવનીતની સ્ટીકથી ડિફ્લેક્ટ થઈને દીપિકા સુધી પહોંચ્યો જેણે તેને એક શાનદાર ફ્લિક વડે ગોલની અંદર મૂક્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જ ભારત પાસે લીડ બમણી કરવાની સુવર્ણ તક હતી, પરંતુ 42મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર દીપિકાનો શોટ ચીનના ગોલકીપરે જમણી બાજુએ ડાઇવ કરીને બચાવી લીધો હતો.

ACT 2024માં ભારત એક પણ મેચ હાર્યું નથી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતે પાંચ મેચ રમી અને તે તમામમાં જીત મેળવી હતી. એટલે કે ટીમ એક પણ મેચ હાર્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઈટલ પર કબજો કરવામાં સફળ રહી છે. ચીનની ટીમે પાંચ મેચ રમી જેમાંથી તેને માત્ર એક જ હાર મળી અને તે પણ ફાઇનલમાં. ફાઈનલમાં ભારત સામે ચીનના ખેલાડીઓ કંઈ ખાસ બતાવી શક્યા ન હતા.

આ પણ વાંચો :- હર્ષ સંઘવીની કામગીરીના રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યા વખાણ, કહ્યું આખા દેશમાં…

Back to top button