U19 TEAM: ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માટે ટીમ ઈંડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશી ફરી એક વાર ધમાલ મચાવશે

UNDER 19 TEAM INDIA: ભારતીય અંડર-૧૯ ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યાં ODI સિરીઝ ૩-૨થી જીતી હતી. આ કારણોસર, ઇંગ્લેન્ડ પ્રવાસ પર અદ્ભુત પ્રદર્શન કરનારા મોટાભાગના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સ્થાન મળ્યું છે. આયુષ મહાત્રેને કેપ્ટનશીપની જવાબદારી મળી છે અને વિહાન મલ્હોત્રાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ખૂંખાર ઓપનર વૈભવ સૂર્યવંશી સહિત ઘણા મુખ્ય ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.
પ્રવાસ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે
કેપ્ટન બનેલા આયુષ મહાત્રે IPL ૨૦૨૫માં IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો છે અને તેણે IPL ૨૦૨૫ની ૭ મેચમાં કુલ ૨૪૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેમના બેટમાંથી એક અડધી સદી નીકળી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૧૦ ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુનિયર પસંદગી સમિતિએ સપ્ટેમ્બરમાં આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-૧૯ ટીમની પસંદગી કરી છે.
વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભારતીય અંડર-૧૯ ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસ પર યુથ વનડે સિરીઝ ૩-૨થી જીતી હતી, જ્યારે બે યુથ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતીય ટોપ ઓર્ડરે ઇંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું હતું. તેમાં વૈભવ સૂર્યવંશી, આયુષ મહાત્રે અને વિહાન મહોત્રાનો સમાવેશ થાય છે. સૂર્યવંશી અને વિહાનની સદીઓના કારણે, ભારતે વોર્સેસ્ટરમાં ચોથી મેચ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૩૬૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઓડીઆઈ સિરીઝની મેચો ૨૧, ૨૪ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ રમાશે. બહુ-દિવસીય મેચો ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર અને ૭ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે. જુનિયર પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની ટીમઃ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનીલ પટેલ, ડી દિપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલાન પટેલ અને ઉદ્ધવ ચૌહાણ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યુધજીત ગુહા, લક્ષ્મણ, બીકે કિશોર, અલંકૃત રાપોલ અને અર્ણવ બગ્ગા.
આ પણ વાંચો: પાકિસ્તાન સામે ટીમ ઈંડિયા નહીં રમે, સિરીઝ પર મોટો ખતરો મંડરાયો












