ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવામાં આવ્યા, કોણ રાખશે ભારતીય સંપત્તિઓની દેખરેખ?

  • માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેના સૈનિકોને ભારત પાછા બોલાવવા કહ્યું હતું, હવે માલદીવમાંથી ભારતીય સૈનિકોને કાઢવાનું ચાલુ કર્યું છે

માલદીવ, 27 ફેબ્રુઆરી: જ્યારથી મોહમ્મદ મોઇઝ્ઝુ માલદીવના પ્રમુખ બન્યા છે, ત્યારથી તેઓ સતત કહી રહ્યા છે કે ત્રણ દાયકાથી વધુ સમયથી તૈનાત ભારતીય સેનાને માલદીવથી ભારત પરત લઈ જવામાં આવે. ચીન સમર્થક મોહમ્મદ મોઇઝુએ પણ આ માટે સમય આપ્યો હતો અને હવે તેમણે તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોની હકાલપટ્ટી શરૂ થઈ ગઈ છે. ભારતીય સૈનિકોને બદલવા માટે ભારતની જ બીજી ટીમ ત્યાં પહોંચી રહી છે. આ સ્પેશિયલ ટેકનિકલ ટીમની પ્રથમ બેચ માલદીવની રાજધાની માલે પહોંચી છે.

માલદીવના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય સૈન્ય કર્મચારીઓને બદલે હવે ટેકનિકલ ટીમના કર્મચારીઓને દેશમાં ભારતીય સંપત્તિઓ પર તૈનાત કરવામાં આવશે. આ કર્મચારીઓ ભારત દ્વારા આપવામાં આવેલા હેલિકોપ્ટરનું સંચાલન કરશે. માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેના સશસ્ત્ર દળોને ભારત પાછા બોલાવવા કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે ‘ઇન્ડિયા આઉટ’ ના નારા સાથે ચૂંટણી પણ લડી હતી. મોઇજ્જુએ ભારતને કહ્યું હતું કે ભારતીય સૈન્યને પાછું બોલાવી લો અને તેમની જગ્યાએ નાગરિક ટેકનિકલ ટીમો મોકલી આપો. હવે તેમની સૂચના મુજબ સૈન્યને ભારત લાવવામાં આવી રહ્યું છે.

ભારતીય ટેકનિકલ ટીમ માલે પહોંચી

માલદીવના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં સીનુ ગાન (અડ્ડુ શહેર)માં તૈનાત ભારતીય સૈનિકોની જગ્યાએ હેલિકોપ્ટરનું સંચાલન કરતી નાગરિક ટીમ સોમવારે સાંજે માલદીવ પહોંચી ગઈ છે. એરપોર્ટ પર હાજર ભારતીય સૈન્ય કર્મચારીઓએ મંગળવારે વહેલી સવારે નાગરિકોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. માલદીવના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે લામુ ગન કાધાધુ એર્પોર્ટ પર તૈનાત હેલિકોપ્ટરને જાળવણી માટે ભારતને પરત કરવામાં આવશે અને એક રિપ્લેસમેન્ટ હેલિકોપ્ટર બુધવારે ભારતીય જહાજ પર આવશે.

બંને દેશો વચ્ચે સૈન્ય જવાનોને પાછા બોલાવવાની વાત નક્કી થઈ હતી

હાલમાં 70 થી 80 ભારતીય સૈનિક કર્મચારીઓ માલદીવમાં મુખ્યત્વે બે ભારતીય હેલિકોપ્ટર અને એક વિમાન સંચાલિત કરવા માટે છે. તેઓએ ઘણા તબીબી કટોકટી અને માનવતાવાદી મિશન હાથ ધર્યા છે. માલદીવના વિદેશ મંત્રાલયે 2 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારત અને માલદીવ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કહ્યું હતું કે ભારત 10 મે સુધીમાં માલદીવમાં ત્રણ એવિએશન પ્લેટફોર્મનું સંચાલન કરતા તેના સૈન્ય કર્મચારીઓની બદલી કરશે. તે અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગાઝામાં યુદ્ધ આવતા સોમવાર સુધીમાં બંધ થઈ જશે: અમેરિકી પ્રમુખ જો બાઈડન

Back to top button