15 ઓગસ્ટટ્રેન્ડિંગનેશનલ

ભારતીય ત્રિરંગાનો પણ છે એક આગવો ઇતિહાસ!!! સમય સાથે થયા છે અનેક પરિવર્તન

HD ન્યૂઝ ડેસ્ક: આપડે દર વર્ષે 15મી ઓગસ્ટે આઝાદી દિવસની ઉજવણી કરીએ છીએ, જેનો ઇતિહાસ બહુજ રસપદ છે. એ જ રીતે આપણે જે આપણો રાષ્ટ્રધ્વજ વિજય દિવસના દિવસે ફરકાવીએ છીએ તેનો ઇતિહાસ પણ એટલો જ રસપદ છે. ભારતીય તિરંગો તેના મુળ રુપમાં આવતા તેમાં 6 વખત પરિવર્તન આવ્યા છે. ચાલો આપણે આજે જાણીએ.

રાષ્ટ્રધ્વજમાં અત્યાર સુધી 6 વખત પરિવર્તન આવ્યા:

પ્રથમ વખત 1906

ભારતીય ત્રિરંગો-HDNEWS

પહેલી વાર ત્રિરંગો 7 ઓગસ્ટ,1906ના રોજ કલક્ત્તાના પારસી બાગન સ્કવેર પર ફરકાવામાં આવ્યો હતો. ધ્વજની ડિઝાઈન સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કાનુન્ગો દ્વારા બનાવવામાં આવી હતી. આ ધ્વજમાં ત્રણ રંગીન પટ્ટીઓ હતી. જેમાં વચ્ચેની પટ્ટી પર વંદે માતરમ લખવામાં આવ્યું હતું. મધ્યમાં સફેદને બદલે પીળી પટ્ટી હતી. તે જ સમયે, નીચલી પટ્ટી લાલ હતી, જેના પર અર્ધચંદ્રાકાર ચંદ્ર અને સૂર્ય બનાવવામાં આવ્યા હતા. આ સિવાય ઉપરના લીલી પટ્ટી પર કમળનું ફૂલ અંકિત કરવામાં આવ્યું હતું.

બીજી વખત 1907

ભારતીય ત્રિરંગો-HDNEWS

બીજી વાર 1907માં બદલાવ લાવ્યા હતા, જેમાં અગાઉના ધ્વજ કરતાં થોડોક બદલાવ કરવામાં આવ્યો હતો, કમળના ફૂલને બદલે, ઉપરની પટ્ટી પર સાત તારાઓ છાપવામાં આવ્યા હતા, જે સપ્તઋષિના નક્ષત્રનું પ્રતીક હતું. ‘ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ’ ભીખાજી કામાએ 22 ઓગસ્ટના રોજ જર્મનીના સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં લહેરાવ્યો હતો.

ત્રીજી વખત 1917

ભારતીય ત્રિરંગો-HDNEWS

ત્રીજી વખત ભારતનો ધ્વજ એક દમ નવા જ સ્વરુપમાં બનાવ્યો હતો. આ ધ્વજમાં આ ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલી પટ્ટીઓ હતી. તેમના પર સાત તારા અંકિત હતા. તેના ઉપરના ડાબા ખૂણા પર બ્રિટનનો સત્તાવાર ધ્વજ પણ છપાયેલો હતો. જેને ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે હોમ રૂલ ચળવળના ભાગરૂપે નવો ધ્વજને અપનાવ્યો હતો.

ચોથી વખત 1921

ભારતીય ત્રિરંગો-HDNEWS

ચોથી વખત 1921માં રાષ્ટ્રધ્વજ માટેની પિંગાલી વેંકૈયાની ડિઝાઇનને ગાંધી દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં શાંતિ માટે સફેદ પટ્ટી અને આર્થિક પુનરુત્થાન માટે ‘ચરખા’ પ્રતીકના ઉમેરા સાથે ત્રણ રંગ હતા.

પાંચમી વખત 1931

ભારતીય ત્રિરંગો-HDNEWS

પાંચમી વખત કોંગ્રેસ ધ્વજ સમિતિ ધ્વજને ફરીથી ડિઝાઇન કરે છે અને રંગોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરેલા ધ્વજને સત્તાવાર રીતે ભારતના ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો, જેમાં કેસર હિંમત અને બલિદાન માટે, સફેદ સત્ય અને શાંતિ માટે અને લીલો વિશ્વાસ અને શક્તિ માટે, આમ ત્રણ રંગોને સ્થાન મળ્યું હતું.

છઠ્ઠી વખત 1947

ભારતીય ત્રિરંગો-HDNEWS

છઠ્ઠી વખત ત્રિરંગામાં 1947માં યોજાયેલી ભારતની બંઘારણ સભાની બેઠકમાં ચરખાના બદલે અશોક ચક્ર સાથે સ્વતંત્રતા પછી, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની આગેવાની હેઠળની રાષ્ટ્રીય ધ્વજ સમિતિએ બદલ્યો હતો.

આ પણ વાંચો: આઝાદીના 76 વર્ષ પછી દેશના કયા ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઈ? જૂઓ ભારતનું વર્તમાન ઔર ભૂતકાળ

Back to top button