માલદીવમાં ભારતીય પ્રવાસીઓ પર હુમલો, ઇઝરાયેલી મહિલાને પણ હેરાન કરીને ટાપુ પરથી ભગાડી
- હુલહુમાલેમાં 29 એપ્રિલે ભારતીય દંપતી અને સ્થાનિક લોકો વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી
માલે(માલદીવ), 2 મે: માલદીવના હુલહુમાલેમાં 29 એપ્રિલના રોજ સોમવારે 2 ભારતીયો અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી (દલીલબાજી) થઈ હતી. જે બાદ સ્થાનિકો દ્વારા આ ભારતીય દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના શહેરના સેન્ટ્રલ પાર્કમાં બની હતી, જે માલેથી 7 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ઘાયલ બંને લોકોને હુલહુમાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે આ હુમલા બદલ માલદીવના એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્તોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત બાદમાં માલદીવના સ્થાનિક લોકો દ્વારા ઈઝરાયેલની મહિલાને પણ હેરાન કરવામાં આવી હતી. તેણીને 30મી એપ્રિલે ટાપુમાંથી ભગાડી દેવામાં આવી હતી.
Israeli tourist tried to enter one of the islands in the Maldives for a holiday while her country commits genocide. She was kicked out by local island community and last reports indicate she was on her way back to the airport after realizing humanity does not welcome them anymore pic.twitter.com/PsKcUYp9UB
— Muad M Zaki 💙🌊 (@muadmzaki) April 30, 2024
ઈઝરાયેલની મહિલાને પણ હેરાન કરીને ટાપુ પરથી ભગાડી દેવામાં આવી
ભારતીય દંપતી પર હુમલાની ઘટનાના બીજા જ દિવસે માલદીવના સ્થાનિક લોકોએ ઈઝરાયેલી મહિલા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને તેની સાથે પણ મારપીટ કરી હતી. માલદીવ મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમના સ્થાપક મૌદ મોહમ્મદ ઝાકીએ ગર્વ સાથે આ વીડિયો શેર કર્યો છે. ઈઝરાયેલની મહિલાની અસ્પષ્ટ તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું કે, ઈઝરાયેલ નરસંહાર કરે છે જ્યારે ત્યાંની એક મહિલા માલદીવના એક દ્વીપમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે વધુ લખ્યું કે, આ મહિલા ત્યાંથી જ એરપોર્ટ માટે રવાના થઈ ગઈ, કારણ કે તેઓને(ઇઝરાયેલીઓ) સમજાયું કે માનવતાવાદી લોકો તેમનું સ્વાગત નહીં કરે.
That Israeli tourist should consider herself lucky she was only thrown out of that highly radicalized environment.
* She is lucky to have escaped alive.
* The level of radicalisation of youth in Maldives 🇲🇻 has been a cause for concern.
* Pak ISI, LeT & JeM have been acti r too.— GAURAV C SAWANT (@gauravcsawant) April 30, 2024
માલદીવમાં હમાસના આતંકવાદીઓ અને પેલેસ્ટાઈનને સમર્થન
તાજેતરમાં જ હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને ત્યાં 1100 લોકોની હત્યા કરી હતી. આ પછી ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી હતી. મુસ્લિમ બહુમતી માલદીવે આ મામલે પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. ઓક્ટોબર 2023માં થયેલા આ હુમલામાં બાળકો અને પાલતુ પ્રાણીઓને પણ બક્ષવામાં આવ્યા ન હતા, મહિલાઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેમની નગ્ન પરેડ કાઢવામાં આવી હતી. ઈરાન અને અલ્જીરિયા જેવા દેશોએ પણ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. માલદીવે ગાઝા પટ્ટીમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ જુઓ: હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ એમ્બેસીની ભારતમાં સુરક્ષા કવાયત