ભારતીય ટીમની ઝિમ્બાબ્વે સાથેની સિરીઝ પૂર્ણ, હવે કોની સામે રમશે મેચ? જાણો શેડ્યૂલ
- શુભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની શ્રેણી 4-1થી જીતી લીધી
નવી દિલ્હી, 15 જુલાઇ: ભારતીય ટીમ ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે રવાના થઈ હતી. જોકે, પસંદગીકારોએ દિગ્ગજ ખેલાડીઓને આરામ આપ્યો અને ટીમને નવા કેપ્ટન સાથે વિદેશ પ્રવાસ પર મોકલી. શુભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમે પ્રથમ મેચ હાર્યા બાદ 5 મેચની T20 શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. ભારતીય ટીમે છેલ્લી સતત ચાર મેચ જીતીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. હવે બીજા વિદેશ પ્રવાસનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયા નવા કોચ ગૌતમ ગંભીર સાથે શ્રીલંકા જવા રવાના થશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા બાદ તેના નવા મિશન પર જવા માટે તૈયાર થશે. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સાથે 3 T20 અને એટલી જ ODI મેચોની શ્રેણી રમવાની છે. T20 શ્રેણીની તમામ મેચ પલ્લેકલેમાં રમાશે જ્યારે ODI મેચ કોલંબોના સ્ટેડિયમમાં યોજાશે.
ગૌતમ ગંભીરની કોચ તરીકે નવી ઈનિંગની શરૂઆત
કોચ રાહુલ દ્રવિડની વિદાય બાદ પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. આ દિગ્ગજ ખેલાડી શ્રીલંકાના પ્રવાસ પર પોતાની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 27 જુલાઈથી 7 ઓગસ્ટની વચ્ચે ભારતીય ટીમ શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમશે. આ પ્રવાસમાં 3 T20 અને વધુ ODI મેચ રમાશે. હજુ ટીમની પસંદગી કરવામાં આવી નથી પરંતુ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી શ્રીલંકા સામેની શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં.
શ્રીલંકા સામેની શ્રેણી
ભારતીય ટીમ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા બાદ તેના નવા મિશન પર જવા માટે તૈયાર થશે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સાથે 3 T20 અને એટલી જ ODI મેચોની શ્રેણી રમવાની છે. T20 શ્રેણીની તમામ મેચ પલ્લેકલેમાં રમાશે જ્યારે ODI મેચ કોલંબોના સ્ટેડિયમમાં યોજાશે. ભારતીય ટીમ 27 જુલાઈ અને 28 જુલાઈએ સતત બે T20 મેચ રમશે. આ પછી ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ 30 જુલાઈએ રમાશે. ODI શ્રેણીની વાત કરીએ તો, તે 2જી ઓગસ્ટથી શરૂ થશે જ્યારે બીજી ODI એક દિવસ પછી 4 ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ પ્રવાસની છેલ્લી વનડે મેચ 7મી ઓગસ્ટે રમશે.
આ પણ જૂઓ: ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવી સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી