ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ઐતિહાસિક જીત, બુમરાહ-યશસ્વી બન્યા હીરો

Text To Speech
  • ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ પણ 100 રન ફટકાર્યા હતા

પર્થ, 25 નવેમ્બર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 295 રનથી શાનદાર જીત હાંસલ કરી છે. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરવો લગભગ અસંભવ હતો. ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. કેપ્ટન જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન યશસ્વી જસ્યવાલના આ ટેસ્ટના હીરો સાબિત થયા છે, જ્યારે વિરાટ કોહલીએ પણ 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.

19 જાન્યુઆરી, 2021ના રોજ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા 31 વર્ષ બાદ આ મેદાન પર ટેસ્ટ મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમે પણ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગારૂઓના ગૌરવને ચકનાચૂર કરી દીધું છે. ભારતીય ટીમે છેલ્લી બે ટુરમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ‘મહાસિરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે.

 

ભારતીય બોલરોની સામે ઓસ્ટ્રેલિયા 238 રનમાં પડી ભાંગ્યું

બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. તેના સિવાય મિચેલ માર્શે 47 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે જે સ્કોર બનાવ્યો હતો તે પહાડ પર ચઢવા માટે આ પૂરતું ન હતું. ભારતીય બોલરોની સામે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં માત્ર 238 રન બનાવ્યા અને 295 રનના જંગી માર્જિનથી જીતી ગયું. બુમરાહે પહેલી ઇનિંગમાં 18 ઓવરમાં માત્ર 30 રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં પણ બુમરાહે શરૂઆતમાં આંચકા આપીને ઓસ્ટ્રેલિયાને ભારે દબાણમાં મૂક્યું હતું અને બીજી ઈનિંગમાં ખતરનાક દેખાઈ રહેલા ટ્રેવિસ હેડની વિકેટ પણ ઝડપી હતી. સિરાજે 5 જ્યારે રાણાએ 4 વિકેટ ઝડપી હતી.

આ પણ જૂઓ: IPL Auction 2025: IPLના ઈતિહાસમાં ટોચના 5 સૌથી મોંઘા ખેલાડી, ઋષભ પંતે મચાવી હલચલ

Back to top button