ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા, કારમાંથી મળ્યો મૃતદેહ

  • ભારતીય વિદ્યાર્થીની કેનેડાના સાઉથ વેનકુવરમાં ગોળી મારી કરાઈ હત્યા
  • 24 વર્ષીય વિદ્યાર્થી હરિયાણાનો હોવાનું પ્રકાશમાં આવ્યું
  • ચિરાગ નામના વિદ્યાર્થીનો કારમાંથી મળી આવ્યો મૃતદેહ

ઓટાવા, 14 એપ્રિલ: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાના સાઉથ વેનકુવરમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, ‘કેનેડાના દક્ષિણ વેનકુવરમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની કારની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.’ વાનકુવર પોલીસે જણાવ્યું કે, ‘પાડોશીઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ આ વિસ્તારમાં એક વાહનની અંદર ભારતીય વિદ્યાર્થી ચિરાગ એન્ટિલ મૃત હાલતમાં મળી આવ્યો હતો.

12 એપ્રિલે રાત્રે બની ઘટના

વિદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 12 એપ્રિલે રાત્રે લગભગ 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. રહેવાસીઓએ ગોળીબાર સાંભળ્યા બાદ કેનેડિયન અધિકારીઓને 55 ઈસ્ટ એવન્યુ અને મેઈન સ્ટ્રીટ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 24 વર્ષીય ચિરાગ આ વિસ્તારમાં એક વાહનની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે. ચિરાગના ભાઈ રોનિતે પત્રકારોને જણાવ્યું કે સવારે જ્યારે તેઓ ફોન પર વાત કરી ત્યારે ચિરાગ ખુશ હતો. બાદમાં તે ક્યાંક જવા માટે તેની ઓડી લઈને નીકળ્યો હતો, જ્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી.

વિદ્યાર્થી સંઘે વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી

આ બનાવ બન્યા પછી કોંગ્રેસની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વરુણ ચૌધરીએ X પર એક પોસ્ટમાં વિદેશ મંત્રાલયને ટેગ કર્યું અને વિદ્યાર્થીના પરિવારને મદદ માટે વિનંતી કરી છે. તેમણે લખ્યું છે કે, ‘કેનેડાના વાનકુવર વિસ્તારમાં રહેતા એક ભારતીય વિદ્યાર્થી ચિરાગની હત્યા કરવામાં આવી છે, જેની તપાસ પર વિદેશ મંત્રાલય દેખરેખ રાખે અને ઝડપથી ન્યાય મળે તેની ખાતરી આપવા વિનંતી કરીએ છીએ.’ વધુમાં લખ્યું છે કે આ મુશ્કેલ સમયમાં મૃતકના પરિવારને તમામ જરુરી સહયોગ મંત્રાલય આપે તેવી વિનંતી કરીએ છીએ.’ સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ચિરાગના પરિવારે તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ GoFundMe દ્વારા ભંડોળ એકત્ર કરવાનું ચાલું કર્યું છે. ચિરાગ હરિયાણાનો રહેવાસી હતો.

આ પણ વાંચો: ચીન ભારતીય યુવકો સાથે કેવી રીતે સાયબર ફ્રોડ કરાવે છે? એન્જિનિયરે વર્ણવી વ્યથા

Back to top button