ડોમિનિકનમાં લાપતા થઈ ભારતીય વિદ્યાર્થીની, છેલ્લીવાર જોનાર વ્યક્તિએ જણાવી આ વાત


ડોમિનિકન રિપબ્લિક, 18 માર્ચ 2025 : ડોમિનિકન રિપબ્લિકમાં ગુમ થયેલા ભારતીય મૂળની અમેરિકન નાગરિકની શોધખોળ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. અધિકારીઓ દ્વારા પૂછપરછ કર્યા પછી, એક વ્યક્તિ તેઓને એક સમુદ્ર તટ પર લઈ ગયો જ્યા તેણે વિદ્યાર્થિનીને છેલ્લીવાર જોઈ હતી. આ વ્યક્તિએ અધિકારીઓને વાત કરી અને જણાવ્યું કે શું થયું હતું.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
અધિકારીઓએ આ મામલાની તપાસ કરી
અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિની સુદીક્ષા કોનાંકી (20) છેલ્લે 6 માર્ચે પુન્ટા કેના શહેરના રિયુ રિપબ્લિકા રિસોર્ટમાં જોવા મળી હતી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તે ડૂબી તો નથી ગઈ ને? આ કેસમાં અમેરિકાના મિનેસોટા રાજ્યના વિદ્યાર્થી જોશુઆ રીબેની પૂછપરછ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે રીબેને કોનાંકીને છેલ્લી વાર જોઈ હતી. રીબે અને તેના વકીલ બીચ પર અધિકારીઓને મળ્યા.
રિબેએ શું કહ્યું?
ડોમિનિકન મીડિયા અનુસાર, રિબે પોલીસને જણાવ્યું હતું કે તે કોનાન્કી સાથે બીચ પર દારૂ પી રહ્યો હતો ત્યારે એક જોરદાર મોજું ઉભું થયું અને તેમાં તણાઈ ગઈ. રીબેએ કહ્યું કે તે ભૂતપૂર્વ લાઇફગાર્ડ હતો અને તેણે તરીને તેને કિનારા સુધી પહોંચાડી. તેણે તપાસકર્તાઓને કહ્યું કે જ્યારે તે દરિયા કિનારે પહોંચી ત્યારે તેને ઉલટી થઈ, અને કોનાન્કીએ કહ્યું કે તે તેનો સામાન લેવા જઈ રહી છે. જ્યારે તેણે ઉપર જોયું, ત્યારે તે જતી રહી હતી. તેમણે કહ્યું કે પાછળથી તેના ગુમ થવાના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો.
આ પણ વાંચો : ઘરની દિવાલો Wi-Fi નેટવર્ક માટે અવરોધરૂપ નહિ બને; સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે; જાણી લો ટ્રીક
જન્મતાની સાથે જ નવજાત બાળકો આ બે વાતથી ખૂબ જ ડરે છે, જાણીને તમે પણ ચોંકી જશો