દીકરી અમેરિકાની હોસ્પિટલમાં કોમામાં છે છતાં એમ્બસી માતા-પિતાને વિઝા નથી આપતી!

અમેરિકા, 27 ફેબ્રુઆરી : અમેરિકામાં અકસ્માત બાદ એક ભારતીય વિદ્યાર્થી કોમામાં છે. હવે મહારાષ્ટ્રમાં રહેતા તેના પરિવારના સભ્યો અમેરિકા જઈને તેને મળવા માટે તાત્કાલિક વિઝા ઈચ્છે છે અને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના રહેવાસી 35 વર્ષીય નીલમ શિંદેને 14 ફેબ્રુઆરીના રોજ કારે ટક્કર મારી હતી અને હાલમાં તેઓ ICUમાં છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.
“અમને હજુ વિઝા મળ્યા નથી”
નીલમ શિંદેના પિતા તાનાજી શિંદેએ કહ્યું, “અમને 16 ફેબ્રુઆરીએ અકસ્માતની જાણ થઈ. ત્યારથી અમે વિઝા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ અમને હજુ સુધી વિઝા મળ્યા નથી.”
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
દરમિયાન NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ મીડિયા સાથે વાત કરી હતી. તેણે નીલમ શિંદેના માતા-પિતાને વિઝા અપાવવા માટે વિદેશ મંત્રી એસ જયશંકરની મદદ માંગી છે. “આ એક ચિંતાજનક મુદ્દો છે અને આપણે બધાએ સાથે આવવાની અને તેને ઉકેલવામાં મદદ કરવાની જરૂર છે,” તેમણે કહ્યું. “હું પરિવાર સાથે વાત કરી રહી છું અને તેમને ખાતરી આપું છું કે ઉકેલ મળી જશે.”
તેમણે એમ પણ કહ્યું કે ભલે ભાજપના નેતા એસ. જયશંકર સાથે કોઈપણ “રાજકીય મતભેદ” હોય પણ, જ્યારે વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દાની વાત આવે છે ત્યારે તેઓ “ખૂબ જ મદદરૂપ અને સહાનુભૂતિશીલ” છે. તેમણે કહ્યું, “વિદેશ મંત્રાલય સાથેનો મારો અનુભવ અસાધારણ રીતે સારો રહ્યો છે કે તેઓ હંમેશા મદદ માટે વધારે પ્રયાસ કરે છે.
અકસ્માતમાં હાથ-પગ તૂટી ગયા, મગજનું ઓપરેશન કરવું પડ્યું
નીલમ શિંદેના પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માતમાં તેના હાથ અને પગ ભાંગી ગયા હતા. તેના માથાના ભાગે પણ ઈજાઓ થઈ હતી. તેના કાકા સંજય કદમે કહ્યું, “પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરાવડાવી અને તેના રૂમમેટ્સે 16 ફેબ્રુઆરીએ અમને જાણ કરી. એવું બહાર આવ્યું કે એક મોટો અકસ્માત થયો હતો. તેઓએ (હોસ્પિટલે) તેના મગજનું ઓપરેશન કરવાની અમારી પરવાનગી લીધી. તે અત્યારે કોમામાં છે અને અમારે ત્યાં રહેવું જોઈએ.”
તેમણે એમ પણ કહ્યું કે તેઓ પાસપોર્ટ ઓફિસમાં વિઝા માટે સ્લોટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બુક કરી શકતા નથી કારણ કે આગામી સ્લોટ આવતા વર્ષ માટે છે. ઉલ્લેખનીય છે કે નીલમ શિંદે છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં છે અને હાલમાં તે તેના કોર્સના અંતિમ વર્ષની વિદ્યાર્થીની છે.
આ પણ વાંચો : મહિલાએ એક સ્ટ્રોબેરીના 1600 રૂપિયા ચૂકવ્યા, કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે