ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ

  • પીડિત વિદ્યાર્થીની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી
  • વિદ્યાર્થીને ભારે ઈજા પહોંચતા બ્રેઈન સર્જરી કરાવવી પડી
  • આરોપી સામે ગુનો નોંધી કસ્ટડીમાં લેવામાં આવ્યો

મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા), 26 નવેમ્બર: ઑસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના વિદ્યાર્થી પર હુમલો થતા તે કોમામાં સરી પડ્યો છે. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને તેના પર ગુનાહિત હુમલાનો આરોપ મૂકાયો છે. જો કે, પીડિત વિદ્યાર્થીની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી, પરંતુ તેની ઉંમર આશરે 20 વર્ષની હોવાનું કહેવાય છે. આ વિદ્યાર્થી તાસ્માનિયા યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. સિડની સ્થિત સ્પેશિયલ બ્રોડકાસ્ટિંગ સર્વિસે જણાવ્યું કે આ ઘટના 5 નવેમ્બરે બની હતી, જે તસ્માનિયાના કેમ્પસમાં બની હતી. હુમલાના કારણે પીડિતને ‘એક્સ્ટ્રાડ્યુરલ બ્લીડિંગ’ થયું હતું, જેના કારણે મગજમાં ભારે ઈજા પહોંચી હતી.

આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો

એક રિપોર્ટ મુજબ, હુમલામાં ઈજા પહોંચતા વિદ્યાર્થીના ફેફસાંને ભારે અસર પહોંચી છે. આ ઉપરાંત બ્રેઈન સર્જરી પણ કરાવવી પડી છે, જે ઘણા કલાકો સુધી ચાલી હતી. આ કિસ્સામાં બેન્જામિન ડોજ કોલિંગ્સ નામના શખ્સને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેના પર ક્રિમિનલ કોડ એસોલ્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે ગુનામાં મહત્તમ 21 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કે, કોલિંગ્સને મેજિસ્ટ્રેટ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને 4 ડિસેમ્બરે કોર્ટમાં આવીને તેણે જવાબ આપવો પડશે. તેના પર મારઝૂડ, ખોટું સરનામું અને નામ આપવાનો તેમજ પોલીસ અધિકારીનો વિરોધ અને ડ્રાઇવિંગના આરોપો લાગ્યા છે.

પીડિતાના પરિવાર સાથે સતત સંપર્ક

યુનિવર્સિટી ઑફ તાસ્માનિયાના મીડિયા ડાયરેક્ટર બેન વાઇલ્ડે જણાવ્યું કે સંસ્થાને આ ઘટનાની જાણ હતી. તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, આ મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓની મદદ માટે યુનિવર્સિટીએ શું પગલાં લીધાં છે? જવાબમાં બેન વાઇલ્ડે કહ્યું કે તે પીડિત પરિવારના સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે આ કેસમાં એક કેસ મેનેજરની નિમણૂક કરવામાં આવી છે અને પરિવારની સુવિધા માટે અનુવાદકની વ્યવસ્થા કરાઈ છે. મીડિયા ડિરેક્ટરે કહ્યું, ‘આ મામલો હાલમાં કોર્ટ સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યો છે. જેને લઈ અમે વધુ કંઈ કહી શકતા નથી.

આ પણ વાંચો: રાજકોટ: વરસાદ સાથે પડ્યા કરા, હાઈવે પર જોવા મળ્યા મનાલી જેવાં દૃશ્યો

Back to top button