ટ્રેન્ડિંગવર્લ્ડ

ફ્લોરિડામાં બે ખાનગી સ્કી વોટરક્રાફ્ટ સામસામે અથડાયા, અકસ્માતમાં એક ભારતીય વિદ્યાર્થીનું નિધન

Text To Speech

વોશિંગ્ટન, 14 માર્ચ: અમેરિકાના ફ્લોરિડામાં એક 27 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની બોટ અન્ય બોટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ભારતીય વિધાર્થીનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ ઘટનાની જાણકારી સામે આવી છે.

ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશન (FWC) અનુસાર, તેલંગાણાના વેંકટરામન પિટ્ટલા ભાડે લીધેલ Yamaha Personal Watercraft (PWC) ચલાવી રહ્યા હતા, જે શનિવારે દક્ષિણ Florida Mainlandના એક 14 વર્ષના છોકરા દ્વારા ચલાવવામાં આવતા અન્ય PWC સાથે અથડાઈ હતી.

Indian student dies in Florida

GoFundMe પેજ અનુસાર, તેના મૃતદેહને તેલંગાણામાં તેના પરિવારને પરત મોકલવા માટે ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. તે પિટ્ટલા ઇન્ડિયાનાપોલિસની પરડ્યુ યુનિવર્સિટીમાં સ્નાતકનો વિદ્યાર્થી હતો, અને આગામી મે મહિનામાં સ્નાતક થવાનો હતો. પર્સનલ વોટરક્રાફ્ટ એ ટેન્ડમ બોટ છે જેને ઘણીવાર જેટ સ્કીસ તરીકે ઓળખવામાં આવે છે, જે કાવાસાકી કંપની દ્વારા ઉત્પાદિત લોકપ્રિય મોડલનું નામ છે.

ઘટનાની સંપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી

મિયામી હેરાલ્ડ અખબારના સમાચાર મુજબ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે નહીં. એફડબ્લ્યુસીએ સોમવારે આ ઘટના અંગે એક અહેવાલ બહાર પાડ્યો, જેમાં પિટ્ટલા અને બીજા છોકરાનું નામ છે પરંતુ તે ઘટનાની વિગતો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે મોટરબોટ એકબીજા સાથે અથડાતાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો.

પૂર્વ CM કેપ્ટન અમરિન્દરની પત્ની પ્રનીત કૌર ભાજપમાં જોડાયા, આ સીટ પરથી બનશે લોકસભા ઉમેદવાર

Back to top button