ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

VIDEO: શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો થતાં માથું ફાટ્યું, પત્નીએ વિદેશ મંત્રી પાસે મદદ માંગી

શિકાગો (અમેરિકા), 07 ફેબ્રુઆરી: શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલોનો ભોગ બનતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. પીડિતનું નામ સૈયદ મઝાહિર અલી છે, જે હૈદરાબાદનો રહેવાસી છે. આ ઘટના બાદ પીડિત વિદ્યાર્થીએ એક વીડિયો પણ જારી કર્યો છે અને મદદ માગી છે. વીડિયોમાં તે લોહીથી લથબથ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, મઝાહિર પર કેવી રીતી જીવલેણ હુમલો કરાયો હશે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય વિદ્યાર્થીના પરિવારજનોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેની પત્નીને અમેરિકા જવાની મંજૂરી આપવામાં આવે.

શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું છે કે તે પીડિત સૈયદ મઝાહિરની પત્નીના સંપર્કમાં છે. વિદ્યાર્થી પર હુમલાની ઘટના બાદ ભારતીય કોન્સ્યુલેટે પણ સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કર્યો છે, આ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ભારતીય દૂતાવાસે આ અંગે ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘કોન્સ્યુલેટ જનરલ ભારતમાં સૈયદ મઝાહિર અલી અને તેમની પત્ની સૈયદા રૂકૈયા ફાતિમા રિઝવીના સંપર્કમાં છે. અમે શક્ય મદદનો પણ ભરોસો અપાવ્યો છે.

શિકાગોમાં ઘર પાસે ત્રણ લૂંટારાઓએ હુમલો કર્યો

6 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝાહિર અલી પર શિકાગોમાં તેના ઘર પાસે ત્રણ લૂંટારાઓએ હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં સૈયદ મઝાહિર અલીને ગંભીર ઈજા પહોંચી છે. તેના કપાળ, નાક અને મોંમાથી લોહી વહી રહ્યું છે. તેણે વીડિયોમાં પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, હુમલાખોરે તેને લાત અને મુક્કો માર્યા તેમજ તેનો ફોન આંચકી લીધો હતો.

પત્નીએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો

વીડિયો સામે આવ્યા બાદ મઝાહિરની પત્નીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું છે કે, શિકાગોમાં બનેલી ઘટના બાદ પતિની સુરક્ષાને લઈને હું ચિંતિત છું. મારી વિનંતી છે કે, તેમને બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ મળી શકે. હું મારી પતિ સાથે રહેલા માટે ત્રણ બાળકો સાતે અમેરિકા જવા માંગુ છું. અમેરિકામાં અવારનવાર ભારતીયો પર હુમલાની ઘટના બનતી રહે છે. બીજી તરફ, છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત વિદેશમાં રહેતાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button