ભારતીય શેરબજારો રૂમઝૂમઃ 899 અને 283 પૉઈન્ટ ઉછળ્યા


નવી દિલ્હી, 20 માર્ચ: 2025: અમેરિકાના ફેડ રિઝર્વની રેટ કટ મુદ્દે જાહેરાત તથા રેસિપ્રોકલ ટેરિફમાં રાહતના અંદાજો સાથે ભારતીય શેરબજારમાં આક્રમક તેજી નોંધાઈ છે. આજે શેરમાર્કેટમાં સેન્સેક્સ 899.01 પોઈન્ટ (1.19%) વધીને 76,348 પર બંધ થયો હતો. અને નિફ્ટી 283.05 પોઈન્ટ(1.24%) વધીને 23,190 પર બંધ થયો હતો. નિફ્ટી પણ લગભગ 300 પોઈન્ટ (+1.21%) વધીને 23,200ના સ્તરે બંધ થયો. આઇટી અને ઓટો શેર સૌથી વધુ ઉછાળો રહ્યો હતો.
ગયા વર્ષે ઓક્ટોબરથી સતત ઘટાડા બાદ, હવે બજારમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, જેના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. આજે કારોબારના અંતે BSE સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો લીલા રંગમાં હતા. સેન્સેક્સ ૮૯૯.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૬,૩૪૮.૦૬ પર પહોંચ્યો. NSE નિફ્ટી 283.05 પોઈન્ટ વધીને 23,190.65 પોઈન્ટ પર પહોંચ્યો.
19 માર્ચે, યુએસ ડાઉ જોન્સ 0.92% વધીને 41,964 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 1.41% વધ્યો, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.08% વધ્યો. એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.11% વધ્યો છે. આજે NSEના તમામ 19 ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં છે. નિફ્ટી ઓટો 1.48% વધ્યો છે. FMCG, ઓટો, મીડિયા અને મેટલ સૂચકાંકોમાં પણ 1%થી વધુનો વધારો થયો છે. એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.11% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.066% ઘટ્યો છે. જાપાનનું નિક્કી આજે બંધ છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ પણ વાંચો..ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું સોનું, 22 કેરેટ સોનું હવે આટલું મોંઘુ