ટોપ ન્યૂઝબિઝનેસ

અમેરિકામાં મોંઘવારી પર કાબુ મેળવવાના પ્રયાસ ભારતીય શેરબજારે વધાવી લીધાં, બજારમાં જોરદાર તેજી

ભારતીય શેરબજારમાં શુક્રવારના દિવસે શાનદાર તેજી જોવા મળી છે. આજે નિફ્ટી 18,300 ની ઉપર છે અને સેન્સેક્સ 61600 ની નજીક છે. સેન્સેક્સે 982 અંકો સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટીએ 279 અંક સુધી ઉછળો છે. જેની સાથે જ મંદીની ગતિ ધીમી પડે તેવા અણસાર વિદેશી બજારમાંથી જોવા મળી રહ્યા છે. મોંઘવારી ઘટવાના સંકેતોને કારણે ગુરુવારે યુએસ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો : મંદીની વાત ભૂલો,એક મહિનામાં વાહનોના વેચાણમાં બમ્પર ઉછાળો

અમેરિકન ઇન્ડેક્સ ડાઉ જોન્સની 30 કંપનીઓમાં 3 ટકા વધારો જોવા મળ્યો હતો. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જના નાસ્ડેકમાં 6 ટકા અને S&Pમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ઓક્ટોબર મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. જેના કારણે યુએસ માર્કેટમાં ગત દિવસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અમેરિકા તરફથી મળેલા આ સકારાત્મક સંકેતની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે.

હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 982.55 અંક એટલે કે 1.62% ના વધારાની સાથે 61596.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના ટોપ-50 શેરોની ઈન્ડેક્સ નિફ્ટી 279.50 અંક એટલે કે 1.55% ટકા વધીને 18307.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

SENSEX- HUM DEKHENEGE

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.15 ટકા વધારો જોવા મળી રહ્યો છે. તેમજ આઈટી શેરોમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ અને હિંડાલ્કોમાં 2.17-4.10 ટકા સુધી વધ્યા છે.

મોંઘવારી કેટલી ઘટી?

અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં મોંઘવારી દર ઘટીને 7.7 ટકા પર આવી ગયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ દર 8.2 ટકા હતો. ફુગાવો કેટલાંક વર્ષોના ઉચ્ચ સ્તરે પહોંચવાને કારણે યુએસ સેન્ટ્રલ બેંકે આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરવો પડ્યો છે. હવે ફુગાવાના દરમાં ઘટાડાને કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુએસ સેન્ટ્રલ બેંક તેના વ્યાજ દરોમાં વધારાની ગતિ ધીમી કરી શકે છે.

ડોલર સામે રૂપિયો 110 પૈસાના વધારા સાથે ખુલ્યો

આજે ડોલર સામે રૂપિયો 110 પૈસાના ઉછાળા સાથે 80.71 પર ખુલ્યો હતો. આ સાત સપ્તાહની ઊંચી સપાટી છે. સપ્ટેમ્બર 2013 પછી આ પ્રથમ વખત છે જ્યારે રૂપિયો આટલી મજબૂતીથી ખુલ્યો છે.

Back to top button