ભારતીય બજારમાં આજે તેજીની સ્થિતિ જોવા મળી છે. માર્કેટમાં 1 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેના માટેનું મુખ્ય કારણ જોવામાં આવેતો યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 bpsનો વધારો કર્યો છે. તેમજ ફેડના ચેરપર્સન જેરોમ પોવેલે મંદીની વાતને ફગાવી દીધા પછી મજબૂત વૈશ્વિક સંકેતો દેખાયા હતા. આ વૈશ્વિક વલણો પર, ભારતીય શેરબજારમાં મજબૂત પ્રદર્શન કરતું જોવા મળ્યો હતો.
આજે 28 જુલાઈના માર્કેટ બંધ થવા સમયે Sensex 56,857.79 અંક પર 1,041 ના વધારા સાથે 1.87 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે Nifty 16,929.60 અંક પર 287 અંકના વધારા સાથે 1.73 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે ભારતીય રોકાણકારોને મોટો લાભ મળ્યો છે. આ દરમિયાયન જો સેક્ટરની વાત કરવામાં આવે તો આઇટી, ફાઇનાન્સ, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. તેના કારણે તમામ સેક્ટર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને દરેકમાં 1-2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5-1 ટકા વધ્યા છે.
આ પણ વાંચો : બજારમાં શાનદાર તેજી, સેન્સેકસ 440 અંકની તેજી સાથે 56256 પર ખૂલ્યો
આ 4 પરિબળોના કારણે બજારમાં તેજી જોવા મળી
- ગ્લોબલ માર્કેટમાં તેજી : મુખ્યત્વે આજે યુએસ ઇક્વિટી માર્કેટમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. સાથે જ ડોલરમાં નબળાઈ જોવા મળી હતી. ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારવાની જાહેરાત કરી હતી. આ પછી ડાઉ જોન્સ 436.05 પોઈન્ટ, S&P 500 માં 102.56 પોઈન્ટ અને Nasdaq Composite માં 469.85 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકી બજારોની સાથે એશિયન બજારોમાં અને અન્ય બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો જેની ભારતીય બજારો પર સકારાત્મક અસર જોવા મળી હતી.
- US Fed એ 100 bpsની સામે 75 bps નો દર વધાર્યો : યુએસ ફેડરલ રિઝર્વે 27 જુલાઈના રોજ 75 બેસિસ પોઈન્ટ વધારો કર્યો હતો.જ્યારે 100 બીપીએસનો વધારો અપેક્ષિત હતો. યુએસ સેન્ટ્રલ બેંકે 3 ટકાથી 3.5 ટકાના વ્યાજ દરનો સંકેત આપ્યો છે. જેના અંગે વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ફેડે પોતાની જાહેરાત સાથે બજારને વિશ્વાસ અપાવ્યો છે કે આ વ્યાજ દરમાં વધારો લાંબો સમય નહીં ચાલે. વૈશ્વિક સ્તરે ઈક્વિટી પર તેની હકારાત્મક અસર થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
- FII ફરીથી ભારતીય બજારોમાં આગમન : વિશ્લેષકો માને છે કે આ વર્ષે અત્યાર સુધીમાં FII દ્વારા આશરે $28.70 બિલિયનના ભારતીય શેરના વેચાણને કારણે ભારતીય બજારો ઓવરસોલ્ડ જોવા મળ્યા હતા. જુલાઈમાં FIIની વેચવાલી ધીમી પડી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ જૂનમાં $6.34 બિલિયનથી વધુના શેર વેચ્યા હતા. જ્યારે FIIએ આ મહિને માત્ર 14.6 મિલિયન ડોલરના સ્ટોકનું વેચાણ કર્યું છે.
- ડોલરના ભાવમાં ઘટાડો : 28 જુલાઈના રોજ શરૂઆતના કારોબારમાં આજે યુએસ ડોલર સામે રૂપિયો 14 પૈસા વધીને 79.77 પર પહોંચ્યો હતો. 27 જુલાઈના રોજ ડોલર સામે રૂપિયો 13 પૈસા નબળો પડીને 79.91 રૂપિયા પર બંધ થયો હતો.
આ તમામ પરિબળોની ભારતીય બજારમાં સારી અસર લાંબા સમય સુધી પણ જોવા મળી શકે છે તેવું વિશ્લેષ્કો માની રહ્યા છે. મુખ્યત્વે ડૉલર સામે રૂપિયો મજબૂત થવાની અસર દેશમાં મોંઘવારી સામે પણ મોટો લાભદાયક રહી શકે છે અને મેજર બૂસ્ટ ભારતીય અર્થતંત્રને મળી શકે છે.