નિફ્ટીનુ હવે પછીનું સપોર્ટ લેવલ 22,400, સાવચેતપૂર્ણ ટ્રેડીંગ કરવુ જોઇએ

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2025: ગઇકાલે નિફ્ટી 1 ટકાના ઘટાડા સાથે સાડા આઠ મહિનાના સૌથી નીચા મથાળે બંધ આવી હતી અને 22,700નું સપોર્ટ લેવલ તોડ્યુ હતું અને સતત પાંચમાં દિવસે પણ ઘટાડાતરફી યાત્રા જારી રાખી હતી. હવે સેન્ટીમેન્ટ વધુ મંદીમય બન્યા છે. નિફ્ટીનું હવે પછીનું સ્તર 22,400 (20 મહિનાના ઇએમએ અને બોલીંગર બેન્ડઝ ચાર્ટ્સ પરની મિડલાઇન અનુસાર) મુકવામાં આવ્યુ છે. જો તેની નીચે જશે તો દલાલ સ્ટ્રીટમાં ઘટાડાતરફી દબાણ આગળ ચાલશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. જ્યારે ઉપરની બાજુએ 22,700-22,800 પ્રતિકાર સ્તર છે. આજે પણ ગિફ્ટ નિફ્ટી નીચામાં ગેપમાં ખુલે તેવી શક્યતા છે ત્યારે આ સંજોગોમાં સાવચેતીપૂર્ણ ટ્રેડીંગ કરવું જોઇએ.
નિફ્ટી 50 માટેના મહત્ત્વના સ્તરો (22,553) પિવોટ પોઇન્ટની દ્રષ્ટિએ પ્રતિકાર સપાટીઓ 22,637, 22,672 અને 22,729, જ્યારે સપોર્ટ સપાટી 22,523, 22,488 અને 22,431 નીચામાં ગેપમાં ખુલીને નિફ્ટીએ ડેઇલી ચાર્ટસમાં બેરીશ કેન્ડલસ્ટીક પેટર્ન અપનાવી છે જે નરમાઇનો સંકેત આપે છે. બોલીંગર બેન્ડ્ઝ અનુસાર ઇન્ડેક્સ નીચલા સ્તરે આવી છે, જ્યારે તેજીના પરિબળો (આરએસઆઇ) 29.74 પર છે જે ઓવરસોલ્ડ કેટેગરી દર્શાવે છે. જ્યારે મુવીંગ એવરેજ કવરેજ ડાયવર્જન્સ) નેગેટીવ ક્રોસઓવર સાથે ઝીરો લાઇનની નીચે રહ્યા છે.
* બેન્ક નિફ્ટી (48,652) પિવોટ પોઇન્ટસ પ્રમાણેની પ્રતિકાર સપાટીઓઃ 48,739, 48,849 અને 49,027
સપોર્ટ સ્તરઃ 48,383, 48,272 અને 48,094 બેન્ક નિફ્ટીએ થોડા ઊંચા અને લાંબા નીચા શેડો સાથે થોડું આશાવાદી વલણ દર્શાવ્યુ છે. ઇન્ડેક્સ બોલીંગર ઇન્ડેક્સ અનુસાર નીચે ટ્રેડ થયો હતો, જ્યારે તેજીની પરિબળો આરએસઆઇ અને એમએસીડીએ નેગેટવ ક્રોસઓવર દર્શાવ્યુ છે જે નરમાઇનો સંકેત આપે છે.
* નિફ્ટી પુટ-કોલ રેશિયો (પીસીઆર) બજારનો મિજાજ દર્શાવતો પીસીઆર 24 ફેબ્રુઆરીએ પાછલા સત્રની 0.82 ટકાની તુલનામાં 0.71 ટકા ઘટ્યો હતો. પીસીઆરમાં વધારો કે 0.7 કરતા ઉપર અથવા 1ની ઉપર જાય તો તેનો અર્થ એ થશે કે કોલની તુલનામાં પુટ ઓપ્શન્સનું વેચાણ વધુ છે, જે સામાન્ય રીતે માર્કેટમાં તેજીની મનોવૃત્તિ મજબૂત બની રહી છે તેનો સંકેત આપે છે. જો રેશિયો 0.7ની નીચે આવે અથવા તો 0.5 તરફ આગળ વધે તો કોલ્સમાં પુટની વેચવાલી કરતા વધુ રેશિયો છે, જે માર્કેટમાં મંદી દર્શાવે છે.
દરમિયાનાં 22 શેરોમાં લાંબા ગાળાનું રોકાણ થયેલું દર્શાવે છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) અને કિંમતમાં થયેલો વધારો લોંગ પોઝીશનમાં મજબૂતાઇ દર્શાવે છે. આવા શેરોમાં જેકે સિમેન્ટ, આઇશર મોટર્સ, પેટ્રોનેટ, ટીવીએસ મોટર, સીજીપાવર, ગ્લેનમાર્ક ફાર્મા,સોલરિન્ડઝ, અદાણી ગ્રીન અને મારુતિનો સમાવેશ થાય છે.
જ્યારે ભાવમાં ઘટાડો થવાની સાથે 93 શેરોમાં ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો થયો હતો જે હજુ પણ પોઝીશન ઊભી હોવાના સંકેત આપે છે. તેવા શેરોમાં મુખ્યત્વે જોઇએ તો એનસીસી, એટીજીએલ, નવીન ફ્લોર, કોરોમંડલ, આઇઆરએફસી, એલટીએફ, એસજેવીએન, આઇજીએલ, ચંબલ ફર્ટિલાઇઝરનો સમાવેશ થાય છે.
જ્યારે મહત્તમ ડિલીવરી લેવામાં આવી હતી તેવા શેરોમાં ગોદરેજ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એપોલો હોસ્પિટલ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, પાવરગ્રીડ, હિન્દુસ્તાન લિવરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ, કોલકાતામાં પણ અનુભવાયા ઝટકા