ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

USમાં મંદીના ભણકારાની અસર ભારતીય શેરબજાર પર, સેન્સેક્સ-નિફ્ટીમાં જંગી ઘટાડો

Text To Speech
  • વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઘટાડાથી ભારતીય શેરબજાર પણ ભૂકંપ આવ્યો

નવી દિલ્હી, 5 ઓગસ્ટ: વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઘટાડાથી ભારતીય શેરબજાર પણ ભૂકંપ આવ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે આજે સોમવારે ભારતીય શેરબજાર ભયંકર ઘટાડા સાથે ખૂલ્યું છે. BSE સેન્સેક્સ 2393.76 પોઈન્ટના ઘટાડા સાથે 78,588.19 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 50 પણ 414.85 પોઈન્ટના ઘટાડા સાથે 24,302.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહના શુક્રવારે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 885.60 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 293.20 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.

આજે સોમવારે ભારતીય શેરબજાર ખૂલ્યું ત્યારે સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે માત્ર સન ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલિવર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

ગયા અઠવાડિયે શરૂ થયેલો સેલિંગ ટ્રેન્ડ ચાલુ છે

વૈશ્વિક બજારમાં ભારે વેચવાલીની અસર આજે સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી અને સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો પ્રી-ઓપનિંગમાં 5% ઘટ્યા હતા. BSE સેન્સેક્સમાં 4000 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 650 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

વિશ્વભરના બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, ભારે વેચવાલીથી વિશ્વભરના બજારો હાલમાં ભયંકર ઘટાડાનો સામનો કરી રહ્યા છે. ડાઉ જોન્સ 1.51%, S&P 500 1.84%, Nasdaq 2.38%, FTSE 1.31%, DAX 2.33%, CAC 1.61% અને Nikkei 225 માં 7 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો.

બજાર આટલું ઝડપથી કેમ ઘટી રહ્યું છે?

શેરબજારમાં આવેલા આ ભયંકર ઘટાડા પાછળ બે મહત્ત્વના કારણો જવાબદાર છે. અપેક્ષા કરતાં વધુ ખરાબ US નોકરીઓના રિપોર્ટે મંદીનું જોખમ વધાર્યું છે. આ સિવાય મિડલ ઈસ્ટમાં વધતા તણાવથી પણ રોકાણકારો ટેન્શનમાં છે. આ જ કારણ છે કે, રોકાણકારો હવે શેરબજારમાં શેર વેચીને તેમના પૈસા ઉપાડી રહ્યા છે, જેના કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ જૂઓ: 113 રૂપિયામાં મળતું હતું 11.66 ગ્રામ સોનું..! જુઓ 1959નું વાયરલ થયેલું બિલ

Back to top button