શાનદાર તેજી સાથે બંધ થયું ભારતીય શેર માર્કેટ; ફરીથી 300 લાખ કરોડને પાર માર્કેટ કેપ
Stock Market Closing On 11 July 2023: મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજાર તેજ ગતિ સાથે બંધ થયું છે. ઓટો, એફએમસીજી અને એનર્જી સેક્ટરના શેરની ખરીદીને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે. સતત બીજા ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સના શેરની ખરીદી કરવામાં આવી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 273 પોઈન્ટના ઉછાળા સાથે 65,617 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 83 પોઈન્ટના ઉછાળા સાથે 19,439 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટરોની સ્થિતિ કેવી રહી?
આજના કારોબારમાં ઓટો, આઈટી, એફએમસીજી, ફાર્મા, એનર્જી ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં શાનદાર ખરીદી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ શેરોમાં જબરદસ્ત ખરીદીનો દોર જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા, જ્યારે નિફ્ટીના 50માંથી 35 શેરો ઉછાળા સાથે અને 15 નુકસાન સાથે બંધ થયા.
તેજીવાળા શેરો
આજના કારોબારમાં સન ફાર્મા 2.48 ટકા, મારુતિ સુઝુકી 1.77 ટકા, ટાટા મોટર્સ 1.63 ટકા, નેસ્લે 1.56 ટકા, ITC 1.53 ટકા જ્યારે બજાજ ફાઇનાન્સ .123 ટકા, એક્સિસ બેન્ક 1.11 ટકા, HCL ટેક 0.84 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ધરખમ વધારો
આજના કારોબારમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોના માર્કેટ કેપમાં રૂ. 1.72 લાખ કરોડનો વધારો થયો છે. BSE માર્કેટ કેપ ફરીથી રૂ. 300 લાખ કરોડને પાર કરી અંતે રૂ. 301.32 લાખ કરોડ પર સ્થિર થયું હતું, જે સોમવારે રૂ. 299.60 લાખ કરોડ હતું.
આ પણ વાંચો- ગુજરાત સરકારે પ્રવાસી શિક્ષક યોજના રદ કરીને શરૂ કરી “જ્ઞાન સહાયક યોજના”; શિક્ષકોને મળશે બે ગણો પગાર