ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક ભારતીય આધ્યાત્મિક નેતા યુએસ પ્રમુખ જો બાઇડનને મળ્યા છે અને તેમને દેશમાં બંદૂકનો ઉપયોગ હિંસાની સમસ્યાઓ માટે કરવાનું સૂચવ્યું છે. આ ઉપરાંત તેમણે અમેરિકન શાળાઓમાં ‘શાંતિ શિક્ષણ’ લાગુ કરવાની સલાહ આપી છે. જૈન ધર્મગુરુ આચાર્ય લોકેશ મુનિ, જેઓ એક મહિનાની મુલાકાતે યુએસ પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે લોસ એન્જલસમાં ડેમોક્રેટિક પાર્ટીના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડનને મળ્યા હતા.
મુનિએ મિટિંગ દરમિયાન બાઇડનને કહ્યું, ‘સમસ્યા માત્ર બંદૂકોની નથી, પરંતુ સમસ્યા માનસિકતાની છે. ખરો ઉકેલ એ છે કે આપણા મનની અંદરની માનસિકતાનો સામનો કરવો. તેમણે કહ્યું કે, પ્રાથમિક સ્તરથી જ ‘શાંતિ શિક્ષણ’ લાગુ કરવાની જરૂર છે અને જો અમે આમ કરવામાં સફળ થઈશું તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.’
24 મેના રોજ, એક બંદૂકધારી ટેક્સાસના ઉવાલ્ડેમાં એક પ્રાથમિક શાળામાં ઘૂસી ગયો હતો. જેમાં 19 બાળકો અને બે શિક્ષકોની હત્યા થઈ હતી. યુએસમાં લગભગ એક દાયકામાં શાળામાં ગોળીબારની આ સૌથી ઘાતક ઘટના હતી. મુનિએ કહ્યું, ‘બંદૂક માત્ર એક સાધન છે, ખરી સમસ્યા માનવ મગજની છે. હું આ માત્ર ભારતીય સાધુ કે જૈન સંત હોવાના કારણે નથી કહી રહ્યો. આ એક વૈજ્ઞાનિક સત્ય છે.’
તેમણે કહ્યું, ‘મેડિકલ સાયન્સ ધારે છે કે જો કોઈ વિદ્યાર્થીની સહાનુભૂતિશીલ નર્વસ સિસ્ટમ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કરતાં વધુ સક્રિય હોય, તો તે અથવા તેણી એક હીન ભાવનાથી ગ્રસ્ત છે તેમ કહી શકાય અથવા તે ખૂબ જ આક્રમક બની જાય છે, જે ટેક્સાસ અને વર્જિનિયા યુનિવર્સિટીમાં જોવા મળ્યું હતું. જ્યારે વિદ્યાર્થીએ ઘણાં લોકોને ગોળી મારી હતી.’