ટ્રેન્ડિંગમનોરંજન

ભારતીય સીરીઝ ‘ધ નાઈટ મેનેજર’ Emmy Awards 2024 માટે નોમિનેટ

Text To Speech
  • આ વર્ષે ભારતની એક માત્ર વેબ સીરીઝ ધ નાઈટ મેનેજરને Emmy Awards 2024 માટે નોમિનેશન મળ્યું છે. આ લોકપ્રિય વેબ સિરીઝને આ 14 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે

20 સપ્ટેમ્બર, મુંબઈઃ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2024નું લિસ્ટ જારી થઈ ચુક્યું છે, તેના માટે નોમિનેશન્સની જાહેરાત પણ થઈ ચુકી છે. આ વર્ષે ભારતની એક માત્ર વેબ સીરીઝ ધ નાઈટ મેનેજરને Emmy Awards 2024 માટે નોમિનેશન મળ્યું છે.

ધ નાઈટ મેનેજરને મળી જગ્યા

ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ એકેડેમી ઑફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સે એમી એવોર્ડ્સ 2024 માટે નોમિનીઝની જાહેરાત કરી છે, જેમાં 21 દેશોમાંથી 56 સ્પર્ધકો 14 કેટેગરીમાં કોમ્પિટિશન માટે તૈયાર છે. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલિપાલાની લોકપ્રિય વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરને આ 14 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. એમી એવોર્ડ માટે નોમિનેટ થનારી ભારતની આ એકમાત્ર શ્રેણી છે. તેને બેસ્ટ ડ્રામા સિરીઝની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by International Emmy Awards (@iemmys)

અનિલ કપૂર-આદિત્યનું સ્પેશિયલ પરફોર્મન્સ

ધ નાઈટ મેનેજર વર્ષ 2023માં હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ શ્રેણી બ્રિટિશ ટીવી શોથી પ્રેરિત છે, જેનું નિર્દેશન સંદીપ મોદી અને શ્રીધર રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. ધ નાઈટ મેનેજરમાં અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે તેને એમી એવોર્ડ માટે નોમિનેશન મળ્યું છે, તેથી ભારતીય દર્શકો શ્રેણીની જીતની આશા છે. ઉલ્લેખનીય છે કે એમી એવોર્ડ્સ 25 નવેમ્બર 2024ના રોજ ન્યૂયોર્કમાં યોજાશે.

આ પણ વાંચોઃ આજે પણ અંડરવર્લ્ડના કબ્જામાં બોલિવૂડ, વિવેક ઓબેરોયે જવાબ આપ્યો

Back to top button