ટોપ ન્યૂઝબિઝનેસ

ભારતીય રૂપિયો કમજોર થયો પણ તેની સામાન્ય જનતા પર શું થશે અસર ?

Text To Speech

ભારતીય રૂપિયો ડૉલર સામે સતત તેના નીચલા સ્તર પર પહોંચી રહ્યો છે. ડૉલર સામે ભારતીય રૂ. 80.05 રૂપિયા સુધી નીચે આવી ગયો છે. આ વર્ષની જ જો વાત કરવામાં આવે તો વર્ષની શરૂઆતમાં ડૉલર 74 રુપિયા પર હતો ત્યાંથી છેલ્લા 7 મહિનામાં 7 ટકા જેટલો ઘટાડો આવ્યો અને તેના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. જેના અંગે લોકસભામાં નાણામંત્રી તરફથી લેખિત જવાબમાં આંકડા આપતાં જણાવ્યું કે, ડિસેમ્બર 2014 થી અત્યાર સુધીમાં રૂપિયો 25 ટકા સુધી નીચે ગયો છે.

પણ આપણે તે સમજવાની કોશિશ કરીએ કે આ રૂપિયો નીચે જવાના કારણે સામાન્ય માણસને શું અસર પડશે ?

જો કોઇ પણ દેશની કરન્સીમાં ઘટાડો આવે તો તેની અસર સૌથી પહેલાં આયાતી વસ્તુ પર જોવા મળે છે. વિદેશી વસ્તુઓ મોંઘી થાય છે કેમકે તેના માટે વધુ પૈસા ચુકાવવા પડે. ભારતમાં વિદેશથી આવતી વસ્તુઓ પર પહેલાં રૂ. 74 ચુકવવામાં આવતાં હતા જે હવે 80 રૂપિયા ચુકવીને મળશે. જેના કારણે વિદેશથી આવતી વસ્તુઓ પર વધુ ભાવ આપવા પડશે અને સાથે જ હજી રૂપિયો નીચે જવાની સંભાવના રહેલી છે. આ સ્થિતિમાં મોંઘવારી વધી શકે છે.

ક્રૂડ વધારી શકે છે ચિંતા 

ભારત સૌથી વધુ આયાત ક્રુડ ઓઈલની કરે છે. ડૉલરની સીધી અસર તેના પર જોવા મળી શકે છે. 80 ટરા ક્રૂડ ઓઈલ બહારથી આવે છે અને તેના પરનું ભારણ સીધું સામાન્ય જનતાના માથા પર આવી શકે છે. એટલું જ નહીં છેલ્લા થોડાં મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના બજારમાં ભાવ ઉંચો જઈ રહ્યો છે પરંતુ તેની અસર દેશના બજારમાં જોવા મળી નથી. પણ આગામી સમયમાં દરેક બાજુથી ઘેરાયેલી સ્થિતિમાં ક્રૂડનો ભાવ વધવાની સાથે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે.

વિદેશી અભ્યાસ મોંઘો 

એટલું જ નહીં વિદેશમાં અભ્યાસ કરવાનું પણ મોંઘુ થઈ રહ્યું છે. જ્યાં પહેલાં જાન્યુઆરીમાં અંદાજીત 1000 ડૉલર એટલે કે આશરે 74 હજાર રૂપિયા ચુકવવા પડતાં હતા ત્યાં હવે 80 હજાર રૂપિયા ચુકવવા પડશે. એટલું જ નહીં ઘણાં દેશોની ફીમાં પણ વધારો થયો છે જેની અસર પણ જોવા મળશે. તેમજ ઘણાં દેશોમાં મોંઘવારી વધી રહી હોવાના કારણે વિદેશી પ્રવાસ પણ મોંઘા થઈ શકે છે.

કંઇક લાભ પણ થશે 

બીજી બાજું એક પહેલું એવું પણ છે કે, રૂપિયાના ઘટાડાના કારણે ભારતની નિકાસ પર મોટી આવક થઈ શકે છે. રૂપિયો નીચા સ્તરે હોવાના કારણે નિકાસના બજારમાં ભારતની સ્થિતિ મજબૂત બની શકે છે. નિકાસ માટે જ્યાં પહેલાં 74 રૂપિયા મળતાં હતાં ત્યાં હવે 80 રૂપિયા મળશે. તેમજ હાલમાં ભારતીય ખેતી ઉત્પાદન તેમજ સેવાકીય ક્ષેત્રમાં મોટું નિકાસ થઈ રહ્યું છે જેનો લાભ મળી શકે છે.

RBI ભરશે પગલાં 

RBI રૂપિયામાં ઘટાડો રોકવા માટે પોતાના વિદેશી મુદ્રા ભંડોળનો મોટો હિસ્સો ખર્ચ કરી શકે છે. RBIથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે RBI રૂપિયાનો સંભાળવા માટે ફોરેક્સ રિઝર્વનો છઠ્ઠો હિસ્સો ખર્ચ કરવા માટે તૈયાર છે. RBIએ રૂપિયામાં ઉતાર-ચઢાવને રોકવા માટે તે તેના વિદેશી મુદ્રા ભંડોળનો ઉપયોગ કરી શકે છે. તેમની પાસે સાધન છે અને તેમને આનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે. જો જરૂરત પડી તો રૂપિયાને ઘટવાથી બચાવવા માટે આરબીઆઇ 100 અબજ ડૉલરથી વધુ ખર્ચ કરી શકે છે.

Back to top button