ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

ઓલિમ્પિક માટે ભારતીય રિલે રેસ ટીમ તૈયાર, એશિયન રેકોર્ડ કર્યો હતો પોતાના નામે

  • ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ 1 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે, જો કે, અન્ય ઓલિમ્પિક રમતો 27 જુલાઈથી શરૂ થશે

નવી દિલ્હી, 26 જુલાઇ: પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતની નજર આ વખતે વધુમાં વધુ મેડલ જીતવા પર રહેશે. ગત ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. જેમાં ગોલ્ડ મેડલ પણ સામેલ હતો. આ ગોલ્ડ મેડલ ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં જીત્યો હતો. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ જેવેલીન થ્રોમાં આ મેડલ જીત્યો હતો. આવી સ્થિતિમાં, આ વખતે ભારતીય ચાહકો ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં વધુ મેડલની આશા રાખી રહ્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી, પરંતુ આ વખતે ભારતીય રિલે રેસની પુરુષ ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેમણે તાજેતરના સમયમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિલે ટીમ માટે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવું મોટી વાત હતી.

 

કયા ખેલાડીઓ પુરુષોની રિલે ટીમમાં સામેલ?

ભારતની મેન્સ રિલે ટીમ 4 x 400 મીટર રિલે રેસમાં ભાગ લઈ રહી છે. આ ઈવેન્ટમાં ઘણા મોટા દેશો ભાગ લેશે. જેમાં અમેરિકા અને જમૈકા પણ હશે. ટ્રેક રેસિંગ ઈવેન્ટ્સમાં આ બંને દેશોનો રેકોર્ડ ઘણો જ અદભૂત રહ્યો છે. આ ઈવેન્ટમાં ભારત માટે મુહમ્મદ અનસ યાહિયા, મુહમ્મદ અજમલ, અરોકિયા રાજીવ અને અમોજ જૈકબ રેસ કરશે. ઉલ્લેખનીય છે કે, આ ચારેયના નામે એશિયન રેકોર્ડ પણ નોંધાયેલા છે.

એશિયન રેકોર્ડ કર્યો પોતાના નામે 

ભારતીય પુરૂષોની 4×400 મીટર રિલે ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની સેમીફાઈનલ હીટમાં યુએસ પાછળ બીજા સ્થાને રહી હતી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે એશિયન રેકોર્ડ બનાવ્યો અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. ભારતીય ચોકડીએ શાનદાર રેસ કરી અને 2:59.05નો નવો એશિયન રેકોર્ડ બનાવ્યો, જે જાપાન દ્વારા અગાઉના રેકોર્ડ કરતાં વધુ સારો હતો. તેમણે આ રેકોર્ડ વર્ષ 2023માં બનાવ્યો હતો.

આ રીતે મળી પેરિસ ઓલિમ્પિકની ટિકિટ 

ભારતીય પુરુષોની 4x400m રિલે ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ્સમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ. મુહમ્મદ અનસ યાહિયા, મુહમ્મદ અજમલ, અરોકિયા રાજીવ અને અમોજ જૈકબની પુરૂષ ટીમે 3:03.23ના સામૂહિક સમય સાથે રેસ પૂરી કરી અને UAE (2:59.95) પાછળ તેમની હીટમાં બીજા સ્થાને રહી. બીજા રાઉન્ડમાં, ત્રણ હીટમાંથી દરેકમાં ટોચની બે ટીમોએ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવ્યું.

આ પણ જૂઓ: ઓલિમ્પિક બોક્સિંગના ડ્રોનું એલાન: નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન કોનો કરશે સામનો?

Back to top button