મનોરંજન

ડિવોર્સ થયાના થોડા સમયમાં જ હની સિંહ તેની નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો, લોકોએ કર્યો ટ્રોલ

ભારતીય રેપર અને સંગીતકાર યો યો હની સિંહ તેની પ્રોફેશન લાઈફ કરતા પર્શન લાઈફને લઈને આ દિવસો ચર્ચામાં છે. ત્યારે તેણે થોડા સમય પહેલા જ તેની પત્ની શાલિની તલવાર સાથે છૂટાછેડા લીધા છે. તેમના સંબંધો ખૂબ જ ખરાબ વળાંક પર સમાપ્ત થયા હતા. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, હની સિંહ છૂટાછેડાના થોડા દિવસો પછી જ તેની નવી ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથે હાથમાં હાથ નાખીને પાર્ટીમાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જે જોઈ લોકો હની સિંહને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

દિલ્હીની એક ઇવેન્ટમાં ગર્લ ફ્રેન્ડ સાથે જોવા મળ્યો

હની સિંહ તાજેતરમાં દિલ્હીમાં એક ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યાં ટીના થડાની પણ સાથે જોવા મળી હતી. આ ઈવેન્ટમાં હની સિંહ ટીનાનો હાથ પકડીને રોમેન્ટિક રીતે ચાલતો હતો. તે કેમેરાની સામે પણ પોતાની રોમેન્ટિક સ્ટાઈલનો ખુલાસો કરતા અચકાયો ન હતો. પાર્ટીમાં હની સિંહ ટીનાનો હાથ પકડી કેમેરા સામે રોમેન્ટિક સ્ટાઈમાં જોવા મળી રહ્યો છે. આ જોઈ સોશિયલ મીડિયામાં લોકો તેને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે કારણ કે તેના ડિવોર્સ થયે જાજો સમય પણ નથી થયો અને હવે તે પોતાની નવી ગર્લફેન્ડના હાથમાં હાથ નાખી ફરતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

હની સિંહના વીડિયો પર લોકોની કોમેન્ટ

હની સિંહ અને ટીનાનો આ વીડિયો જોયા બાદ લોકોએ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કમેન્ટ કરી- એટલા માટે છૂટાછેડા થયા, નવીનો પરિચય જો કરાવવો હતો. એકે લખ્યું – શું આ બોલિવૂડ લોકોને કાઈ કામ નથી? લગ્ન કરો ને પછી છૂટાછેડા લો અને ફરીથી નવી ગર્લફ્રેન્ડ મેળવો. એકે તો આમ પણ કહ્યું – કે હવે આને પણ અબ્યુસ કરશે.

આ પણ વાંચો: શૈલેષ લોઢા બાદ હવે આ એક્ટરે છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો

ટીના થદાની કોણ છે?

તમને જણાવી દઈએ કે એક તરફ હની સિંહ રેપર છે અને તેણે ઘણા સુપરહિટ મ્યુઝિક વીડિયો પણ આપ્યા છે. બીજી તરફ ટીનાએ પણ પોતાના ક્ષેત્રમાં જબરદસ્ત સફળતા મેળવી છે. તે એક પ્રખ્યાત સુપર મોડલ છે. તે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલિશ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે. ટીના પણ ખૂબ જ બોલ્ડ છે અને તેની અદમ્ય સ્ટાઈલ ઘણા ફોટોશૂટમાં જોવા મળી છે. તે જ સમયે, હની અને ટીનાનો રોમેન્ટિક વીડિયો જોયા પછી, ઘણા લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે આ બંને જલ્દી લગ્ન કરી શકે છે. જોકે, હનીએ અત્યાર સુધી આવી કોઈ જાહેરાત કરી નથી.

Back to top button