ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ભારતીય રેલવેએ અનોખા અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું, જૂઓ આ વાયરલ વીડિયો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 1 જાન્યુઆરી, 2025: વર્ષ 2024 વીતી ગયું છે અને હવે 2025ની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં લોકોએ આ નવા વર્ષનું અલગ અલગ રીતે સ્વાગત કર્યું છે. કેટલાક લોકોએ પોતાના મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું તો કેટલાક લોકોએ રાત્રે 12 વાગ્યે કેક કાપીને પરિવાર સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. બધાએ 2025ની શરૂઆતની કોઈને કોઈ રીતે ઉજવણી કરી. હાલમાં રેલવે પ્લેટફોર્મનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો, કર્મચારીઓ અને લોકો પાયલટ નવા વર્ષનું અલગ રીતે સ્વાગત કરતા જોવા મળે છે.

જૂઓ વીડિયો

આ રીતે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં નવા વર્ષના આગમનની ખુશી અલગ રીતે બતાવવામાં આવી છે. રેલવે પ્લેટફોર્મ પર ઘણા લોકો અને રેલવે કર્મચારીઓ ઉભા છે. ઘડિયાળમાં 12 વાગતાની સાથે જ દરેક વ્યક્તિ ખુશીથી બૂમો પાડવા લાગે છે અને 2025નું સ્વાગત કરે છે. ત્યારે અચાનક રેલવે ટ્રેક પર ઉભેલી ટ્રેનોના હોર્નનો અવાજ પણ આવવા લાગે છે. તમામ લોકો-પાયલોટ એક જ સમયે તેમના હોર્ન વગાડવાનું શરૂ કરે છે અને આ રીતે નવા વર્ષનું સ્વાગત કરે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઘણા લોકો આ ક્ષણને પોતાના ફોનમાં કેદ કરી રહ્યા છે અને તેમાંથી એકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વિડિયો X પ્લેટફોર્મ પર @trainwalebhaiya નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુસબમ્પ્સ, ભારતીય રેલવે 2025નું પોતાની સ્ટાઇલમાં સ્વાગત કરે છે.’ અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “નવા વર્ષ 2025ને આવકારવાનો એક અનોખો અંદાજ.” અન્ય યુઝરે લખ્યું કે, “બેસ્ટ ન્યૂ યર સેલિબ્રેશન.

આ પણ જૂઓ: નવા વર્ષે સસ્તી થશે હવાઈ મુસાફરી, જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો

Back to top button