ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશને મળશે એકસાથે 5 વંદે ભારત ટ્રેન, PM મોદી કરશે ઉદ્ઘાટન

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય રેલ્વે 27મી જૂન એટલે કે આજે દેશવાસીઓને એક સાથે પાંચ નવી વંદે ભારત ટ્રેનો આપવા જઈ રહી છે. આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ સવારે 11 વાગ્યે રાજધાની ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસને છોડીને બાકીની ચાર ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.

આ વંદે ભારત ટ્રેનનું થશે ઉદ્ઘાટનઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભોપાલથી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઈંદોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. મધ્યપ્રદેશને આ વખતે એકસાથે બે વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. તે જ સમયે, ગોવા, બિહાર અને ઝારખંડને તેમની પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ સિવાય કર્ણાટકને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે.

પર્યટનના મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થશેઃ મધ્ય પ્રદેશમાં, રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ અને જબલપુરને જોડશે. તે રાજ્યના અનેક પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. જેમાં ભેડાઘાટ, પંચમઢી અને સાતપુરાનો સમાવેશ થાય છે. જ્યારે ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેન રાજ્યના માલવા અને બુંદેલખંડ વિસ્તારોને ભોપાલ સાથે જોડશે. આ દરમિયાન આ ટ્રેન મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો જેવા પર્યટનના મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થશે.

આ પણ વાંચોઃ કેરળને પહેલી વંદે ભારતની ભેટ ! PM મોદીએ લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન

Back to top button