ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

રેલવેઃ મહારાષ્ટ્રના પુણે-લોનાવાલા સેક્શન પર સ્વચાલિત સિગ્નલિંગનું કાર્ય પૂર્ણ

  • ભારતીય રેલવેની સિગ્નલિંગ સિસ્ટમનું અપગ્રેડેશનએ સતત ચાલતી પ્રક્રિયા
  • રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર વિભાગે ટ્રેનના સંચાલનમાં સલામતી સુધારવા માટે લીધાં વિવિધ પગલાં

નવી દિલ્હી, 1 ડિસેમ્બર : ભારતીય રેલવેની સિગ્નલિંગ સિસ્ટમનું અપગ્રેડેશનએ સતત ચાલતી પ્રક્રિયા છે અને રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર વિભાગે ટ્રેનના સંચાલનમાં સલામતી સુધારવા માટે વિવિધ પગલાં લીધાં છે. તાજેતરમાં, રેલવે મંત્રાલયે મહારાષ્ટ્રના સમગ્ર પુણે-લોનાવાલા સેક્શનના 64 કિલોમીટર લાંબા રુટ પર ઓટોમેટિક સિગ્નલિંગનું કામ પૂર્ણ કર્યું છે. આ પગલું 26 નવેમ્બરના રોજ ખડકીથી પુણે સ્ટ્રેચના કમિશનિંગ પછી લેવામાં આવ્યું છે.

 

ખડકી અને પુણે વિભાગ વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગના કાર્યનું મહત્ત્વ

ઓટોમેટિક સિગ્નલિંગથી પુણે-લોનાવાલા સેક્શનની લાઇનની ક્ષમતામાં સુધારો થશે અને રાજ્યમાં સ્ટ્રેચ પર ટ્રેનોની સલામત અને સીમલેસ હિલચાલની સુવિધા મળશે. તે ટ્રેનના સંચાલન માટે માનવ નિર્ભરતાને પણ ઘટાડશે. આ 64 કિલોમીટરનો લાંબો વિસ્તાર મધ્ય રેલવે (CR) ઝોનના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે.

મધ્ય રેલવેના હાલના સ્વચાલિત સિગ્નલિંગ વિભાગો

મધ્ય રેલવેએ અત્યાર સુધીમાં 339.14 કિલોમીટરના લાંબા અંતર પર ઓટોમેટિક સિગ્નલિંગનું કામ પૂર્ણ કર્યું છે. જેમાંથી, ઝોનલ રેલવેએ મુંબઈ ડિવિઝનમાં એટલે કે CSMT-કલ્યાણ, CSMT-પનવેલ, થાણે-નેરુલ-ખારકોપર, કલ્યાણ-કર્જત, કલ્યાણ-ટીટવાલા, દિવા-દાતિવલી અને દિવા-પનવેલ વિભાગો વચ્ચે 201.08 કિમી પર ઓટોમેટિક સિગ્નલિંગનું કામ પૂર્ણ કર્યું છે.

ભુસાવળ વિભાગે જલગાંવ-ભુસાવળ અને ભુસાવળ-બોદવડ રૂટ વચ્ચેના 55.32 કિમી લાંબા રૂટ પર ઓટોમેટિક સિગ્નલિંગનું કામ પૂર્ણ કર્યું છે. નાગપુર વિભાગે ખાપરી-નાગપુર અને નાગપુર-ગોધરાની વચ્ચેના 18.74 કિમી રૂટ પર કામ પૂર્ણ કર્યું છે. જ્યારે પૂણે વિભાગે લોનાવલા-પુણે સ્ટ્રેચ પર 64 કિમીના લાંબા રૂટ પર કામ પૂર્ણ કર્યું છે.

સેન્ટ્રલ રેલવેમાં નવા ઓટોમેટીક સિગ્નલિંગનું કામ ચાલુ

મધ્ય રેલવેએ આ નાણાકીય વર્ષ દરમિયાન 61.27 કિલોમીટર લાંબા રૂટ પર ઓટોમેટિક સિગ્નલિંગ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં ભુસાવલ ડિવિઝનના વિશ્વબ્રિજ-નાંદુરા-જાલંબ-શેગાંવ સેક્શન પર 38.35 કિમી અને  નાગપુર ડિવિઝનના વર્ધા-કાઓથા પર 22.92 કિમીના રુટનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ :સેન્ટ્રલ રેલવેની તિજોરી છલકાઈ, એક પણ ટિકિટ વેચ્યા વગર રૂ. 54 કરોડની કમાણી કરી

Back to top button