નેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

યાત્રીગણ કૃપયા ધ્યાન દે: રેલવે સ્ટેશન પર લગાવાશે એર-વોટર મેકિંગ મશીન, થશે આ ફાયદો

Text To Speech

આ પૃથ્વી પર ટકી રહેવા માટે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓની જરૂર છે, જેમાં હવા અને પાણી સૌથી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં માનવ જીવનમાં પાણીનું કેટલું મહત્વ છે. દરેક વ્યક્તિ આ વાતથી વાકેફ છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો દરરોજ પાણીનો બગાડ કરતા જોવા મળે છે.

મુંબઈમાં પાણીનો પોકાર 

મુંબઈમાં પણ પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. જેના કારણે મુંબઈમાં પણ લોકોને પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી રહી છે. પાણીની અછતને ધ્યાનમાં રાખીને હવે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મધ્ય રેલવેના વધુ 5 રેલવે સ્ટેશનો પર અલગ-અલગ ટેક્નોલોજી સાથે પાણી ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી હવાની મદદથી પાણીનું ઉત્પાદન કરી શકાય છે.

યંત્રની મદદથી હવામાંથી પાણી બનાવવામાં આવશે

મુંબઈના સેન્ટ્રલ રેલ્વેના રેલ્વે સ્ટેશનો પર ટૂંક સમયમાં વોટર જનરેટીંગ મશીન લગાવવામાં આવશે. આ યંત્રને મેઘદૂત નામ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ યંત્રની મદદથી હવામાંથી પાણી બનાવવામાં આવશે. આ અનોખા ઉપકરણથી રેલવે મુસાફરો પીવાના પાણીનો લાભ લઈ શકશે. મેઘદૂત એ એક ઉપકરણ છે જે ઘનીકરણના વિજ્ઞાનનો ઉપયોગ કરીને આસપાસની હવામાંથી પાણી કાઢે છે. આ ઉપકરણને AWG પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ સાધનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત છે.

થાણેમાં 4 મશીન લગાવવામાં આવશે

આ અનન્ય ઉપકરણ મૈત્રી એક્વાટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે અને મધ્ય રેલવે દ્વારા મુંબઈ ડિવિઝનમાં આવા 17 મેઘદૂત AWG સ્થાપિત કરવામાં આવનાર છે. આ ઉપકરણો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દાદરમાં લગાવવામાં આવશે. તેમજ થાણેમાં 4 મશીન લગાવવામાં આવશે. રેલ્વેની કુર્લા, ઘાટકોપર અને વિક્રોલીમાં એક-એક મશીન લગાવવાની યોજના છે.

એક દિવસમાં 1000 લીટર પાણીનું ઉત્પાદન થાય છે

આ મશીન હવામાંથી સ્વચ્છ પાણી બનાવવા માટે એક અનોખી તકનીકનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી વિવિધ પર્યાવરણીય તાપમાન (18°C – 45°C) અને સંબંધિત ભેજની સ્થિતિમાં (25 ટકાથી 100 ટકા) કામ કરે છે. ડિવાઈસ સ્ટાર્ટ થતાની સાથે જ મશીનમાંથી થોડા કલાકોમાં પાણી આવવાનું શરૂ થઈ જાય છે અને એક દિવસમાં 1000 લીટર પાણીનું ઉત્પાદન થાય છે.

Back to top button