ભારતના વ્યવસાયિકોને હવે સરળતાથી વિદેશની વર્ક પરમિટ મળશે, જાણો કયા દેશમાં જઇ શકાશે
- એકબીજાના દેશોમાં સેવાઓ અને માલસામાનની આયાત-નિકાસ સરળ બનશે
- ભારત-ઓમાન વચ્ચે હાથ ધરાયેલી દ્વિપક્ષિય મંત્રણા અંતિમ તબક્કામાં છે
- જીસીસી દેશોમાં ઓમાન ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર
ભારતના વ્યવસાયિકોને હવે સરળતાથી ઓમાનની વર્ક પરમિટ મળી શકશે. જેમાં મિડલઈસ્ટ સાથે મજબૂત સંબંધો માટે PM મોદીના પ્રયાસોની દિશામાં વધુ એક પગલું છે. માર્ચના પ્રથમ સપ્તાહ સુધી ભારત અને ઓમાન વચ્ચેની ટ્રેડ ડીલ પર મંજૂરીની મહોર લાગી શકે છે. જીસીસી દેશોમાં ઓમાન ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, માર્ચ મહિનામાં આ શહેરોમાં કમોસમી વરસાદની આગાહી
એકબીજાના દેશોમાં સેવાઓ અને માલસામાનની આયાત-નિકાસ સરળ બનશે
એકબીજાના દેશોમાં સેવાઓ અને માલસામાનની આયાત-નિકાસને સરળ બનાવવા ભારત-ઓમાન વચ્ચે હાથ ધરાયેલી દ્વિપક્ષિય મંત્રણા અંતિમ તબક્કામાં છે. જેનો હેતુ નિકાસ પર ઓછા ટેરિફ તેમજ ભારતીય વ્યવસાયિકોને સરળ વર્ક પરમિટ મળી રહે તે માટેનો છે. વિદેશમાં કામ કરતા ભારતીયોની પાંચમી સૌથી મોટી વસ્તી ધરાવતા ઓમાન સાથે વેપાર કરારની ભારતની વાટાઘાટો હાથ ધરાયાના ત્રણ જ મહિનામાં ફળદાયી નિવડી રહી છે. મિડલઈસ્ટ સાથે મજબૂત સંબંધ બનાવવાના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની દિશામાં આ વધુ એક પગલું છે.
આ કરાર મિડલઈસ્ટમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવશે
મિડલઈસ્ટ સાથેના સંબંધો મજબૂત બનતાં ભારત અને ઓમાન વચ્ચે વેપાર સમજૂતિ હવે હાથવેંતમાં છે. આ કરાર મિડલઈસ્ટમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવશે.વ્યાપક આર્થિક ભાગીદારી કરારના મોટાભાગના મુદ્દા પર બંને દેશો વચ્ચે સમજૂતી સધાઈ ચૂકી છે અને વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં વેપાર કરાર પર મંજૂરીની મ્હોર લાગી શકે છે. હાલ આ મામલે બંધ બારણે ચર્ચા ચાલી રહી હોવાથી વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી. નાનું અર્થતંત્ર ગણાતો ઓમાન દેશ વેપાર હેતુથી ભૌગોલિક દ્રષ્ટિએ ભારત માટે નિર્ણાયક છે. ઓમાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સાથે છે. જે એક મહત્વપૂર્ણ તેલ પરિવહન ચેક પોઈન્ટ છે અને આ તેલ પરિવહન ચેકપોઈન્ટ મારફતે એશિયાના મોટાભાગના દેશોમાં ક્રૂડ ઓઈલની આયાત થાય છે. ભારત દેશ ઓમાનમાં ચોખા અને દવાથી માંડી પેટ્રોલિયમ તથા સ્ટીલ ઉત્પાદનોની નિકાસ પર ઓછી ટેરિફ ઈચ્છે છે. ભારતના ડોકટરો, નર્સો, એન્જિનિયરો અને અન્ય કામદારોને સરળ રીતે ઓમાનના વર્ક વીઝા મળી રહે તે દિશામાં પણ ચર્ચા જારી છે.