ભારતીય મૂળના મહિલાનો પાવર, કેલિફોર્નિયામાં વિધાનસભાની ચૂંટણી લડશે દર્શના પટેલ
ભારતીય મૂળના વિજ્ઞાની દર્શના પટેલ કેલિફોર્નિયા વિધાનસભાની ચૂંટણી લડશે. જેમાં નોર્થ કાઉન્ટી બેઠક પર ઉમેદવારીની દાવેદારીની જાહેરાત કરી છે. તેઓ સેન ડિએગો કાઉન્ટી સ્કૂલ બોર્ડ એસોસિયેશનનું સભ્યપદ પણ સંભાળી ચૂક્યા છે. અનુભવનો ઉપયોગ કરીને લોકોના જીવન બદલવા માટે પ્રયાસ કરીશ તેમ દર્શના પટેલે જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: ‘ શિક્ષણમાં ફરજિયાત ગુજરાતી’નો કાયદો આવશે, વિધેયક રજૂ થાય તે પહેલાં સુધારા કરાયા
કાઉન્ટી સીટ પરથી સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી લડવાની જાહેરાત કરી
ભારતીય મૂળની રિસર્ચ વિજ્ઞાની દર્શના પટેલ વર્ષ 2024માં યોજાનારી કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી (વિધાનસભા)ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. દર્શના પટેલે તે બાબતની જાહેરાત કરી દીધી છે. 48 વર્ષની દર્શના પટેલ નોર્થ કાઉન્ટી બેઠક પર ઝુકાવશે. આ બેઠક પર હાલ બ્રાયન માઇકેશ સભ્યપદ સંભાળી રહ્યા છે પરંતુ વર્ષ 2024માં તેમણે ઉમેદવારી નોંધાવવા ના પાડી દીધી છે. તે પછી દર્શના પટેલે તેમના સ્થાને કાઉન્ટી સીટ પરથી સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
મેં અમેરિકામાં સપના પૂરા કરવા ભારે સંઘર્ષ કર્યો
ઉમેદવારી નોંધાવવાના દાવાની જાહેરાત કરતાં દર્શના પટેલે કહ્યું હતું કે,’એક અપ્રવાસીની પુત્રી હોવાને નાતે મેં અમેરિકામાં સપના પૂરા કરવા ભારે સંઘર્ષ કર્યો છે. હું જાણું છું કે, મુશ્કેલ સમયમાં પરિવારોને કયા પડકારોનો સામનો કરવો પડે છે.’ દર્શના પટેલનું કહેવું છે કે, તેઓ સ્ટેટ એસેમ્બલી ચૂંટણી માટે દાવેદારી નોંધાવશે. તેમણે કહ્યું કે,’હું ઇચ્છું છું કે, તમામ વ્યક્તિ પાસે સફળ થવાની તક હોય છે. હું એક વિજ્ઞાની હોવાના અને સ્કૂલ બોર્ડના સભ્ય અને સામાજિક નેતા હોવાના અનુભવનો ઉપયોગ કરીને લોકોના જીવન બદલવા માટે પ્રયાસ કરીશ.’
દર્શના પટેલ આ પહેલાં પોવે યુનિફાઇડ બોર્ડમાં પણ ચૂંટાઈ આવ્યા હતા
દર્શના પટેલ આ પહેલાં પોવે યુનિફાઇડ બોર્ડમાં પણ ચૂંટાઈ આવ્યા હતા. બોર્ડ આર્થિક ગેરવ્યવસ્થા અને અપરાધિક પ્રવૃત્તિનો ભોગ બન્યું હતું તેવામાં તેમણે રાજકોષીય જવાબદારી સંભાળી હતી. પટેલ સેન ડિએગો કાઉન્ટી સ્કૂલ બોર્ડ એસોસિયેશનનું સભ્યપદ પણ સંભાળી ચૂક્યા છે.