ટોપ ન્યૂઝવર્લ્ડ

બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના ઋષિ સુનકની શક્યતા વધી, બોરિસ જોનસને ઉમેદવારી કરવાનો ઈનકાર કર્યો

Text To Speech

લંડનઃ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે બ્રિટનના આગામી વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ પીએમ પદ માટેની ચૂંટણીમાંથી એવું કહીને ખસી ગયા કે આગામી તબક્કામાં આગળ વધવા માટે તેમની પાસે પૂરતા સાંસદોનું સમર્થન છે, પરંતુ તેઓ પૂર્વ નાણા પ્રધાન ઋષિ સુનકથી પાછળ છે. જોનસને એક નિવેદનમાં કહ્યું હતું કે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો સાથે ચૂંટણીમાં હું સફળ થઈશ તેવી ઘણી સારી તક છે, પરંતુ આ કરવું યોગ્ય રહેશે નહીં કારણ કે સુનકને વધુ સમર્થન છે.

બોરિસ જોનસને જાહેરાત કરી
એક આશ્ચર્યજનક પગલું ઉઠાવતા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે જાહેરાત કરી કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે ચૂંટણી નહીં લડે,  કારણ કે આગળ ચાલી રહેલા ઋષિ સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે ચૂંટાવાની નજીક છે. પરંતુ 55 વર્ષના પૂર્વ નેતાએ દાવો કર્યો હતો કે તેમણે 100 સાંસદોની મર્યાદા વટાવી દીધી છે, પરંતુ ટોરી એકતાના હિતમાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો.

ઋષિ અને પેની બંનેનો સંપર્ક કર્યો હતો
જોનસને કહ્યું કે મારી પાસે આપવા માટે ઘણું છે પરંતુ મને ડર છે કે આ યોગ્ય સમય નથી. તેમણે કહ્યું કે મેં ઋષિ અને પેની બંનેનો સંપર્ક કર્યો હતો, કારણ કે મને આશા હતી કે અમે રાષ્ટ્રીય હિતમાં એકસાથે આવી શકીશું. પરંતુ દુર્ભાગ્યે આપણે આ કરવા માટે કોઈ રસ્તો શોધી શક્યા નથી.

સુનક અને પેની મોર્ડન્ટ વચ્ચેની મુખ્ય મુકાબલો
જોનસને હજુ સુધી ઔપચારિક રીતે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી નથી. જોનસને કેટલાક હાઈ-પ્રોફાઈલ કેબિનેટ સભ્યો સહિત લગભગ 59 ટોરી ધારાસભ્યોનું સમર્થન હતું. હવે જોવાનું એ રહે છે કે પૂર્વ બ્રિટિશ ઈન્ડિયન ચાન્સેલર ઋષિ સુનક અને સાંસદ પેની મોર્ડન્ટ વચ્ચેની હરીફાઈ કોણ જીતે છે. સુનકે પણ રવિવારે વડાપ્રધાન પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. સુનકને 144 સાંસદોનું સમર્થન છે અને પેની મોર્ડન્ટને 23 સાંસદોનું સમર્થન છે.

Back to top button