વર્લ્ડ

‘ભારતને કોહિનૂર પરત કરો’, ઈંગ્લેન્ડના TV શોમાં ભારતીય મૂળના પત્રકાર રોષે ભરાયા

Text To Speech

તાજેતરમાં ઈંગ્લેન્ડના TV શોમાં ભારતીય મૂળના પત્રકાર કોહિનૂર હીરા મુદ્દે રોષે ભરાયા હતા. ભારતીય મૂળની પત્રકાર નરિન્દર કૌર કોહિનૂર હીરાને ભારત પરત મોકલવા અંગે યુકે સ્થિત બ્રિટિશ ન્યૂઝ ચેનલના શોમાં દલીલ કરતી જોવા મળી હતી. શો દરમિયાન તે રડવા લાગી હતી. ભાવૂક થઈને નરિન્દર કૌર કોહિનૂર હીરાને લઈને ભારતની ભાવનાઓ અને ઈતિહાસ સાથે સરખાવતી હતી. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે, તમે ઈતિહાસ નથી જાણતા. તે સંસ્થાનવાદ અને રક્તપાત દર્શાવે છે કોહિનૂર ભારતને પરત કરો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Indian-origin journalist Narinder Kaur
Indian-origin journalist Narinder Kaur

‘ભારતને કોહિનૂર પરત કરો’

હકીકતમાં શોમાં દરમિયાન કોહિનૂર અંગે વાતચીત કરવામાં આવી હતી ત્યારે ભારતીય મૂળના પત્રકારે રોષે ભરાઈને કહ્યું હતું કે, ‘ભારતને કોહિનૂર પરત કરો’. ભારતીય મૂળના પત્રકાર નરિન્દર કૌર અને બ્રોડકાસ્ટર એમ્મા વેબ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કૌરે લગભગ બૂમ પાડી હતી કે તમને ઇતિહાસ વિશે કોઈ જાણ નથી. તમે કોહિનૂર ભારત પરત કરો. આ અંગે અનેક લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે.

અગાઉ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે કોહિનૂર હીરા લાવવા માટે બંધારણીય માર્ગ શોધી કાઢશે. બ્રિટનમાં લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ કોહિનૂરને ભારત પરત લાવવાની માંગ ફરી તેજ બની છે.

Back to top button