ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવીડિયો સ્ટોરી

અમેરિકામાં ભારતીય પરિવારે ગૌમાતા સાથે કર્યો નવા ઘરમાં પ્રવેશઃ જુઓ વીડિયો

HD ન્યુઝ ડેસ્ક :    સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદેશમાં રહેતો અને ભારતીય સંસ્કૃતિનું પાલન કરતો એક પરિવાર અત્યારે લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે ભારતીયો જ્યાં પણ જાય છે, તેઓ તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો પોતાની સાથે લેતા જાય છે. તેનું ઉદાહરણ આ વાયરલ વીડિયો છે, જેમાં અમેરિકામાં રહેતા એક ભારતીય પરિવારે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા એક ભારતીય મૂળના પરિવારે તેમના નવા ઘરમાં ગાય માતાને હાઉસ વોર્મિંગ સેરેમનીનો ભાગ બનાવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ આ હૃદયસ્પર્શી વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

 

તાજેતરમાં, ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવીરીતે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક ભારતીય મૂળના પરિવારે તેમના નવા ઘરના ગ્રહ પ્રવેશ સમારોહમાં એક ગાયનું દિલથી સ્વાગત કર્યું. પરિવાર દ્વારા કરવામાં આવતી આ અનોખી અને પરંપરાગત વિધિનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમના વખાણ કરતાં થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Sri Surabhi Go Ksetra (@bayareacows)

સંસ્કૃતિ અને પરંપરાઓનો અનોખો સંગમ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પરિવાર ગૃહપ્રવેશ દરમિયાન પારંપરિક સજાવટ સાથે પહેલા ગાય “બહુલા”ને ઘરની અંદર લાવે છે અને પછી તેની પૂજા કરે છે. તે જોઈ શકાય છે કે ગાયના શરીર પર લાલ સિંદૂરના હાથના નિશાન છે. આ સાથે પીઠ પર પરંપરાગત કાપડ મૂકવામાં આવ્યું હતું, જેમાં ગોવંશની તસવીરો હતી. આટલું જ નહીં, ગાય માટે ખાસ બાઉલમાં ખોરાક પણ રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, પરિવારના સભ્યો સંપૂર્ણ વિધિ સાથે આ પવિત્ર વિધિને પૂર્ણ કરવામાં તલ્લીન જોવા મળ્યા હતા. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના તમામ સભ્યોએ ગાય માતા સાથે પોતાનો ફોટો પણ પડાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
આ અદ્ભુત વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @bayareacows નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “અમારી ગાય ‘બહુલા’ આજે લાથ્રોપ, CAમાં એક હાઉસવોર્મિંગ સેરેમનીમાં ગઈ હતી, જ્યાં તેને ઘણો આદર અને પ્રેમ મળ્યો. આભાર, બહુલા.” ઉલ્લેખનીય છે કે આ એકાઉન્ટ કેલિફોર્નિયાના બે એરિયામાં સ્થિત શ્રી સુરભી ગો ક્ષેત્ર ગૌશાળાનું છે, જે અમેરિકામાં ગાયોની સુરક્ષા અને સેવા કરવાનું કામ કરે છે.

વિદેશમાં ભારતીય સંસ્કૃતિની ઝલક

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વિડિયો જોનાર એક યુઝરે લખ્યું, “ગાયને હોમ વોર્મિંગ સેરેમનીમાં સામેલ કરવું એ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવવાનું પ્રતીક છે. ખૂબ જ સુંદર પરંપરા છે.” અન્ય એક યુઝરે લખ્યું, “શું આ વિધિ માત્ર દિવાળી પર જ થાય છે કે અન્ય ખાસ પ્રસંગોએ પણ?” દરેક વ્યક્તિ જાણે છે કે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને દેવી લક્ષ્મી અને માતા પૃથ્વીનું સ્વરૂપ માનવામાં આવે છે. હાઉસ વોર્મિંગ જેવા શુભ પ્રસંગે ગાયને ઘરમાં લાવવી એ પવિત્રતા, સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ વીડિયોએ સાબિત કર્યું કે વિદેશમાં રહેતા ભારતીયો તેમના મૂળ સાથે કેટલા ઊંડે સુધી જોડાયેલા છે.

આ પણ વાંચો : માર્ચ સુધીમાં શેરબજારમાં સ્ટેબિલિટી પાછી ફરી શકે છેઃ જાણો કોણે આપ્યું આશ્વાસન?

Back to top button