ટ્રેન્ડિંગવર્લ્ડ

USમાં ફરી એક ભારતીયની હત્યા, ટેક કંપનીના કૉ-ફાઉન્ડરને માર મારીને મૃત્યુને ઘાટ ઉતાર્યો

Text To Speech

વૉશિંગ્ટન (અમેરિકા), 10 ફેબ્રુઆરી: વૉશિંગ્ટનમાં ભારતીય મૂળના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 41 વર્ષીય વિવેક તનેજા એક રેસ્ટોરન્ટની બહાર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલો 2 ફેબ્રુઆરીનો છે. પોલીસે હવે આ કેસ સાથે જોડાયેલી માહિતી આપી છે. પોલીસે કહ્યું- 2 ફેબ્રુઆરીએ વિવેકની રેસ્ટોરન્ટની બહાર એક વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. અમે ત્યાં પહોંચ્યા તો વિવેક બેભાન અવસ્થામાં જોવા મળ્યો. જમીન પર પટકાતાં તેને માથામાં ઊંડી ઈજા પહોંચી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં 5 દિવસ પછી 7 ફેબ્રુઆરીએ તેનું અવસાન થયું હતું.

આરોપીઓ પર 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર

પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. તેના પર 20 લાખ 75 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયું છે. હાલ આરોપીની ઓળખ થઈ શકી નથી. ઝઘડાનું કારણ પણ બહાર આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જ્યારે, વિવેક વર્જીનિયાનો રહેવાસી હતો. તે એક ટેક કંપનીનો માલિક હતો. તેના વિશે પણ વધુ માહિતી બહાર આવી નથી. તેમજ આ વર્ષે યુએસમાં ભારતીય અમેરિકનની હત્યાનો પાંચમો કેસ છે.

પોલીસ રિપોર્ટ અનુસાર, વર્જીનિયાના રહેવાસી વિવેક તનેજા 2 ફેબ્રુઆરીએ 2 સિસ્ટર્સ નામની જાપાનીઝ રેસ્ટોરન્ટમાં હતો. ત્યારબાદ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા એક અજાણ્યા શખ્સ સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ઝઘડો વધતાં વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો, અને એ તે ખરાબ રીતે જમીન પર પટકાયો હતો, જેના કારણે તેનું માથું ફૂટપાથ પર અથડાયું હતું. તનેજા ડાયનેમો ટેક્નોલોજીસનો કૉ-ફાઉન્ડર અને અધ્યક્ષ હતો.

આ પણ વાંચો: VIDEO: શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો થતાં માથું ફાટ્યું, પત્નીએ વિદેશ મંત્રી પાસે મદદ માંગી

Back to top button