ભારતીય નેવીએ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું કર્યુ સફળતાપૂર્વક પરીક્ષણ
- દુશ્મનો થઈ જાવ સાવધાન!
- ભારતે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
- યુદ્ધ જહાજ INS મોરમુગાઓ પરથી કરાયુ પરીક્ષણ
- ભારતીય નૌકાદળ થયું મજબુત
- બ્રહ્મોસ મિસાઈલની શું છે ખાસિયતો? વાંચો આ અહેવાલ
ઈન્ડિયન નૌકાદળમાં સામેલ નવા યુદ્ધ જહાજ INS મોરમુગાઓ પરથી આજે રવિવારે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઈલને સીધી જ ટાર્ગેટ હિટ કરી હતી. INS મોરમુગાઓને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે વિશ્વનું સૌથી આધુનિક મિસાઈલ કેરિયર છે જે હથિયારોથી સજ્જ છે.
મોરમુગાઓ એક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે, જેમાંથી 75% સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, તે P-15 બ્રાવો પ્રોજેક્ટનું બીજું જહાજ છે. P-15B પ્રોજેક્ટ હેઠળ ચાર યુદ્ધ જહાજો બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી વિશાખાપટ્ટનમ અને મોરમુગાવને ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા છે. બાકીના બે સુરત અને ઈમ્ફાલ છે જેને ટૂંક સમયમાં નેવીમાં સામેલ કરવામાં આવશે.
INS Mormugao, the latest guided-missile Destroyer, successfully hit 'Bulls Eye' during her maiden #Brahmos Supersonic cruise missile firing. The ship and her potent weapon, both indigenous, mark another shining symbol of #Aatmanirbharta and Indian Navy's firepower at sea. pic.twitter.com/1KPqIcQ7Y8
— Western Naval Command (@IN_WNC) May 14, 2023
મોર્મુગાઓ યુદ્ધ જહાજનું નામ પોર્ટ શહેર ગોવા પરથી રાખવામાં આવ્યું છે. ગયા વર્ષે 19 ડિસેમ્બરે મોરમુગાઓએ તેની પ્રથમ યાત્રા કરી હતી, જ્યારે ગોવાએ પોર્ટુગીઝ શાસનથી આઝાદીના 60 વર્ષની ઉજવણી કરી હતી. 18 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસની પૂર્વસંધ્યાએ તેનું કમિશનિંગ પણ થયું હતું. આ જહાજની લંબાઈ 163 મીટર અને પહોળાઈ 17 મીટર છે. INS મોરમુગાઓ ભારતમાં બનેલ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજ છે.
આ પણ વાંચો: “દેશભક્ત હોવાની સજા મળી રહી છે મને” આર્યન ખાન કેસ મામલે સમીર વાનખેડેના ઘરે રેડ