ભારતીય નૌસેનાએ દરિયામાં એક ભારે મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. નેવીએ ઈરાનથી ડ્રગ્સનો ભારે મોટો જથ્થો લઈને નીકળેલી બોટને ઝડપી પાડી છે. બોટમાંથી આશરે 1,000 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો 200 કિગ્રા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
તે બોટ ઈરાનથી નીકળી હતી અને તે સમયે તેમાં 4 લોકો સવાર હતા. ત્યાર બાદ પાકિસ્તાનથી તેમાં વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેનાએ ડ્રગ્સના આ ભારે મોટા જથ્થા સાથે 6 લોકોને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય એક ઓપરેશનમાં ભારતીય નૌસેનાએ એનસીબી સાથે મળીને જામનગરમાંથી આશરે 6 કરોડ રૂપિયાનો નાર્કોટિક્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત મુંબઈના નાર્કોટિક્સ ઉત્પાદન યુનિટને જપ્ત કરીને અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.