ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય નૌકાદળનું બચાવ ઓપરેશન, ચાંચિયાઓથી 17 બલ્ગેરિયન નાગરિકોને છોડાવ્યા

  • દરિયામાં ભારતીય નૌકાદળે 2600 કિલોમીટર દૂર રહેલા ચાંચિયાઓના કબ્જામાંથી 17 બલ્ગેરિયન નાગરિકોને બચાવ્યા

નવી દિલ્હી, 17 માર્ચ: ભારતીય નૌસેનાએ એક મોટું ઓપરેશન હાથ ધરીને બલ્ગેરિયાના 17 નાગરિકોને ચાંચિયાઓથી બચાવ્યા છે. ભારતીય યુદ્ધ જહાજ INS કોલકાતાએ કાર્યવાહી કરીને આ લોકોને સલામત રીતે ચાંચિયાઓની ચુંગલમાંથી બચાવ્યા હતા. દરિયાઈ સૈનિકોએ ભારતીય દરિયાકાંઠાથી 2600 કિલોમીટર દૂર જઈને 35 ચાંચિયાઓને સંપૂર્ણ રીતે ઘેરી લઈને તેમને આત્મસમર્પણ કરવાની ફરજ પાડી હતી. આ ઓપરેશન 40 કલાક સુધી ચાલ્યું હતો.

 

તાજેતરના ભૂતકાળમાં ભારતીય નૌકાદળે સમુદ્રમાં પોતાનું જબરદસ્ત વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. નૌકાદળે સૌથી મોટી ઇમરજન્સીને પણ ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મદદની અપીલ મળતાં જ ભારતીય નૌકાદળ આગળ આવ્યું અને તુરંત જ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ઓપરેશન પાર પાડીને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો અને ભારતીય નૌકાદળે ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

હિન્દ મહાસાગરમાં બલ્ગેરિયન જહાજનું અપહરણ

ઉલ્લેખનીય છે કે, ચાંચિયાઓએ હિન્દ મહાસાગરમાં બલ્ગેરિયન જહાજ એમ.વી. અબ્દુલ્લાને બંધક બનાવ્યું હતું. બલ્ગેરિયન વેપારી જહાજ અબ્દુલ્લા મોઝામ્બિકથી સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થયું હતું. આ જહાજ પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. અપહરણ અને હુમલાની માહિતી મળતા જ ભારતીય નૌકાદળે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું.

2600 કિમી દૂર ગયા પછી ચાંચિયાઓનું જહાજ રોક્યું

INS કોલકાતાએ ભારતીય દરિયાકાંઠાથી લગભગ 2600 કિલોમીટર દૂર ચાંચિયા જહાજ MV રુએનને અટકાવ્યું હતું. ચાંચિયાઓએ બંધક બનાવેલા જહાજમાં સવાર તમામ બલ્ગેરિયન નાગરિકોનું સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી યુદ્ધ જહાજ સોમાલિયાના પ્રાદેશિક પાણીમાં ન પહોંચ્યું ત્યાં સુધી INS MV રુએનની નજીક રહ્યું. ભારતીય નૌકાદળની કાર્યવાહીમાં યુદ્ધ જહાજ INS સુભદ્રા, હાઇ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ (હેલ આરપીએ) ડ્રોન, P8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, માર્કોસ પ્રહાર અને C-17 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ: સંદેશખલીમાં ED ટીમ ઉપર હુમલા મામલે TMC નેતાના ભાઈ સહિત ત્રણની ધરપકડ

Back to top button