ટોપ ન્યૂઝનેશનલ

ભારતીય નેવીને મળ્યું પહેલું સ્વદીશ એરક્રાફ્ટ કેરિયર ‘વિક્રાંત’, જાણો તેની તાકાત અને ખાસિયત

Text To Speech

ભારતની દરિયાઈ તાકાતમાં વધારો થયો છે. સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ‘વિક્રાંત’ ભારતીય નેવીને સોંપવામાં આવ્યું છે. કોચિન શિપયાર્ડે ગુરુવારે સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતને ઈન્ડિયન નેવીને સોંપી દીધું છે. વિક્રાંતને ઈન્ડિયન નેવીના ઈન હાઉસ ડાયરેક્ટરેટ ઓફ નેવલ ડિઝાઈન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેને 15 ઓગસ્ટ સુધીમાં નેવીમાં સામેલ કરવામાં આવી શકે છે.

INS વિક્રાંતની ડિલીવરીની સાથે જ ભારત તે દેશોના ગ્રુપમાં સામેલ થઈ ગયું છે જેની પાસે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ડિઝાઈન અને નિર્માણ કરવાની ઘણી જ ક્ષમતા છે.

aircraft carrier ins vikrant
INS વિક્રાંતની ડિલીવરીની સાથે જ ભારત તે દેશોના ગ્રુપમાં સામેલ થઈ ગયું છે જેની પાસે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ડિઝાઈન અને નિર્માણ કરવાની ઘણી જ ક્ષમતા છે.

નેવીને સોંપવામાં આવ્યું ‘વિક્રાંત’
ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજને નેવીમાં વ્હેલીતકે સામેલ કરવામાં આવશે. લગભગ 45,000 ટનના જહાજને કોચિન શિપયાર્ડે નેવીને હેંડઓવર કરી દીધું છે. લગભગ 20,000 કરોડ રૂપિયાના ખર્ચે આ જહાજ બનાવવામાં આવ્યું છે. જેનું નામ ભારતના પહેલા એરક્રાફ્ટ કેરિયર, ભારતીય નૌસેનાના જહાજ વિક્રાંતનું જ નામ આપવામાં આવ્યું છે, જૂના વિક્રાંતે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતની શું છે ખાસિયત?
સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. જેમાં 30 ફાઈટર પ્લેન અને હેલીકોપ્ટરને લઈ જવાની ક્ષમતા છે. આ જહાજને 88 મેગાવોટની કુલ ચાર ગેસ ટર્બાઈન્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. જેમાં 76 ટકા સામગ્રી સ્વદેશી છે. આ આધુનિક ક્ષમતાઓથી સજ્જ છે. વર્ષ 2009માં તેનું નિર્માણ શરૂ થયું હતું. વર્ષ 2013માં આ પહેલી વખત લોન્ચ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લગભગ 76 ટકા સ્વદેશી ઉપકરણ અને મશીનરીનો ઉપયોગ થયો છે.

aircraft carrier ins vikrant
સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. જેમાં 30 ફાઈટર પ્લેન અને હેલીકોપ્ટરને લઈ જવાની ક્ષમતા છે.

વિક્રાંતની તાકાત
દેશ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીનાં 75મી વર્ષગાંઠના પ્રસંગે યોજનારા સમારંભની સાથે INS વિક્રાંતનો એકરીતે પુર્નજન્મ માનવામાં આવે છે. સમુદ્રી સુરક્ષાને વધારવા માટે આ એક મહત્વનું અને ઠોસ પગલું છે. એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતને મશીનરી સંચાલન અને નેવિગેશનની ક્ષમતાની સાથે તૈયાર કરાયું છે. આ MiG-29 ફાઈટર પ્લેન, કામોવ-31, MH-60 આર મલ્ટી પર્પઝ હેલીકોપ્ટરની ઉડાન માટે સક્ષમ છે. જેની મહત્તમ સ્પીડ 28 સમુદ્રી માઈલ હશે.

aircraft carrier ins vikrant
લગભગ 20,000 કરોડ રૂપિયાના ખર્ચે આ જહાજ બનાવવામાં આવ્યું છે. જેનું નામ ભારતના પહેલા એરક્રાફ્ટ કેરિયર, ભારતીય નૌસેનાના જહાજ વિક્રાંતનું જ નામ આપવામાં આવ્યું છે, જૂના વિક્રાંતે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Back to top button