ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

રશિયમાં ફસાયેલા ભારતીય નાગરિકોને જલ્દી વતન પરત લવાશે : વિદેશ મંત્રાલય

  • પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી
  • કતરથી આઠમાં હિન્દુસ્તાનીને પરત લાવવા પ્રયાસ ચાલું

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી : રશિયામાં ફસાયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે લગભગ 20 લોકો ફસાયેલા છે. અમે તેમને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અગાઉ અમે બે એડવાઈઝરી જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય નાગરિકોએ યુદ્ધ ક્ષેત્રથી દૂર રહેવું જોઈએ. અમે ભારતીયોને બચાવવા માટે રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.

ચર્ચા દ્વારા જ યુદ્ધ રોકી શકાય છે – રણધીર

રશિયા-યુક્રેન યુદ્ધ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ અંગે અમારી સ્થિતિ સ્પષ્ટ છે. ભારતે હંમેશા આ મુદ્દાના ઉકેલ માટે ચર્ચા કરી છે. સતત જોડાણ પણ હોવું જોઈએ, જેના કારણે બંને પક્ષો એક જ ટેબલ પર આવી શકે. આનાથી આપણે શાંતિનો ઉકેલ શોધી શકીએ છીએ. અમે પહેલા દિવસથી આ કહીએ છીએ. આ અમારી સ્થિતિ છે.

જયશંકર જાપાન-દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે – રણધીર

વધુમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું કહેવું છે કે, બ્રિટિશ નાગરિક નિતાશા કૌલ 22 ફેબ્રુઆરીએ ભારત આવ્યા હતા. જેમ તમે જાણો છો, વિદેશી નાગરિકોનો આપણા દેશમાં પ્રવેશ એ એક સાર્વભૌમ નિર્ણય છે. વિદેશ મંત્રી જયશંકરની જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાતને લઈને, રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રી જયશંકર 5 થી 8 માર્ચ દરમિયાન જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ દક્ષિણ કોરિયામાં 10મી સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોને મજબૂત કરવાના તમામ પાસાઓ પર પણ ચર્ચા કરશે.

આઠમાંથી સાત ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા

દરમિયાન કતારથી પરત આવેલા પૂર્વ મરીન અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે દહરા ગ્લોબલ કેસમાં સાત ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ભારત પરત ફર્યા છે. આઠમાં ભારતીય નાગરિકો માટે અમુક શરતો પૂરી કરવી પડશે. જ્યારે તે પૂર્ણ થશે, ત્યારે તે પણ પરત આવશે. રણધીર જયસ્વાલે કહ્યું કે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને ઓપરેટ કરવા માટે ટેકનિકલ કર્મચારીઓની પ્રથમ ટીમ માલદીવ પહોંચી ગઈ છે. તે વર્તમાન કર્મચારીઓનું સ્થાન લેશે જેઓ અત્યાર સુધી પ્લેટફોર્મનું સંચાલન કરતા હતા.

Back to top button