કેનેડામાં ભારતીય શખ્સે પત્નીની કરી હત્યા, માતાને કહ્યું- મેં તેને કાયમ માટે સુવડાવી દીધી
બ્રિટિશ કોલમ્બિયા (કેનેડા), 19 માર્ચ: પંજાબના એક શખ્સ પર કેનેડામાં તેની પત્નીને છરીના ઘા મારીને કથિત રીતે હત્યા કરવાનો આરોપ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 41 વર્ષીય બલવિંદર કૌર કોલંબિયાના એબોટ્સફોર્ડમાં તેના ઘરે ઘાયલ મળી આવી હતી. આ ઘટના 15 માર્ચે વેગનર ડ્રાઇવના 3400-બ્લોકમાં બની હતી.
કેનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમના નિવેદન અનુસાર, મહિલાને બચાવી લેવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ કેસમાં મહિલાના પતિ જગપ્રીત સિંહની સ્થળ પરથી ધરપકડ કરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કૉલ કરીને કહ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી છે.
હત્યા કર્યા બાદ આરોપીએ માતાને વીડિયો કૉલ કર્યો
બલવિંદર કૌરની બહેનનું કહેવું છે કે, મારી બહેનને ચાકુ મારીને હત્યા કર્યા પછી જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કૉલ કર્યો હતો. વીડિયો કૉલ પર આરોપીએ તેની માતાને કહ્યું કે, મેં તેને હંમેશા માટે સુવડાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પૈસાની બાબતે દંપતી વચ્ચે રોજેરોજ બોલાચાલી થતી હતી. બે અઠવાડિયા પહેલા જ કેનેડા પહોંચેલા જગપ્રીત કામ કરતો ન હતો અને બેરોજગાર હતો. રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાનો એક પુત્ર અને એક પુત્ર છે.
બલવિંદર કૌરને ક્યારેય હેરાન કર્યા નથી
જો કે, જગપ્રીતના પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને બંનેને સુખી યુગલ ગણાવ્યા હતા. જગપ્રીતના ભાઈએ જણાવ્યું કે તે રાત્રે તેના ભાઈ અને તેની પત્ની વચ્ચે શું થયું તે અંગે તેની પાસે હજુ સ્પષ્ટ માહિતી નથી. તેણે કહ્યું કે અમારા પરિવારે ક્યારેય બલવિંદર કૌરને પરેશાન કર્યા નથી, બંને સુખી દંપતી હતા અને ઘટનાના થોડા કલાકો પહેલા જ શોપિંગ કરીને પરત ફર્યા હતા. મારા ભાઈએ મારી માતાને ફોન કરીને કહ્યું કે તેણે બલવિંદરને આકસ્મિક રીતે ઈજા પહોંચાડી છે. તે માફી માંગી રહ્યો હતો. તેણે કહ્યું કે કંઈ જાણી જોઈને કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: કેનેડામાં રહસ્યમય રીતે ઘરમાં લાગેલી આગમાં ભારતીય પરિવારનું મૃત્યુ, હત્યાની આશંકા