ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કુવૈતમાં ભારતીય મજૂરો કરે છે આટલા રૂપિયાની કમાણી, આંકડો જાણી ચોંકી જશો 

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21 ડિસેમ્બર, 2024) કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-ના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. પીએમ મોદી 43 વર્ષમાં કુવૈતની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે, જેમનું ખાડી દેશના વરિષ્ઠ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત પહેલા વડાપ્રધાને કહ્યું કે ભારત અને કુવૈત પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં સમાન હિત ધરાવે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સામુદાયિક કાર્યક્રમ ‘હાલા મોદી’ને સંબોધિત કર્યું હતું. ભારતીય પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી. અને તેમના સન્માનમાં ભારતીય ધ્વજ લહેરાવી રહી હતી. આ કાર્યક્રમ માટે આવેલા એક વર્કરે કહ્યું, “હું કેરળનો છું અને અહીં ઉછર્યો છું… અમે અહીં આવીને ખરેખર સન્માનિત છીએ અને વડાપ્રધાન મોદીને મળવાની તક મળી તે બદલ અમે આભારી છીએ.

કુવૈતમાં દૈનિક વેતન મજૂરો કેટલી કમાણી કરે છે?

કુવૈતમાં દૈનિક વેતન મજૂરો માટે લઘુત્તમ વેતન 100 કુવૈતી દિનાર નક્કી કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 3.3 કુવૈતી દિનાર વેતન તરીકે આપવામાં આવે છે. ભારતીય રૂપિયામાં એક કુવૈતી દિનારની કિંમત 272 રૂપિયા છે. જો તમે દર મહિને 100 કુવૈતી દીનાર કમાઓ છો, તો આ રકમ ભારતીય રૂપિયામાં 27200 રૂપિયા છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાતના છેલ્લા દિવસે આજે રવિવારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ મેશાલ-અલ-અહમદ અલ-જાબેર અલ-સાફાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. PM મોદીને કુવૈતના હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ‘ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, PM મોદી તેમની બે દિવસીય ગલ્ફ દેશની મુલાકાતે છે, જે 43 વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેઓ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે. તેમણે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હોવાની પણ વાત કરી.

આ પણ વાંચો : પાંચ દિવસમાં આટલું સસ્તું થયું સોનુ, હવે આ છે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ

નવા વર્ષમાં 5000 રૂપિયાની નોટ જારી થશે! જાણો RBIએ શું કહ્યું? 

લગ્નના થોડા મહિનામાં જ છૂટાછેડા, 500 કરોડના ભરણપોષણની માંગ, SCએ કહ્યું- પતિની ચામડી પણ ઉખેડી નાખો 

મફત અનાજ વિતરણ માટે રેશનકાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, આ તારીખથી થશે લાગુ 

Home Loan/ પ્રોપર્ટીના દસ્તાવેજો ગીરો રાખ્યા વગર મળશે હોમ લોન, જાણો સરકાર કઈ સ્કીમ લાવી રહી છે

BCCI આ દિવસે જય શાહના ઉત્તરાધિકારી નક્કી કરશે; સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટે થશે ચૂંટણી

કેન્દ્રમાં રાહુલ, અને યુપીમાં અજય… સરકારને ઘેરતા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કેવી રીતે ઘેરાઈ ગયા?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button